SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મલયસુંદરી ચાર પ્રકરણ ૨૦ મું. ઓરમાન માતા, રંગમાં ભંગ ભવિષ્ય દંપણી આ પ્રમાણે આનંદમગ્ન થઈ આખરે છુટા પડવાની તૈયારી કરે છે. તેટલામાં અકસ્માત્ ઝપાઝપ મહેલનાં દ્વાર બંધ થયાં. દ્વર બંધ થતાં જ તેઓ જાગૃતિમાં આવ્યાં. દ્વાર કોણે બંધ કર્યા ? બંધ કરવાનું કારણ શું ? એમ બને જણ વિચાર કરે છે, એટલામાં કનકવતીને શબ્દ સંભળા. કે ખુશી થઈ તાબેટા તાળીઓ પાડતી બોલવા લાગી. અરે! લુચ્ચા મહાબળ ! તું મને ઠગીને કુમારીને જઈ મળે, તે યાદ રાખજે કે મને છેતરવાનું ફળ હું તમને હમણાં જ અપાવું છું. મલયસુંદરીએ મહાબળને જણાવ્યું. આ મારી ઓરમાન માતા છે. મહેલને પહેલે માળે રહે છે. તે કે પાયમાન થઈ હોય તેમ જણાય છે. અરે ! મારી કેટલી ગફલત ! તે અહીં આવેલી છતાં તેને મેં ન જાણી, તેણે આપણી સર્વ બીના દેખી અને સાંભળી જણાય છે રખેને તે કાંઈ ઉત્પાદ પેદા કરે, મહાબળે જણાવ્યું. સુંદરી ! જ્યારે હું તારી પાસે આવતો હતો, તે અવસરે તેણે મને રસ્તામાં રોક હતો. કામાતુર થઈ વિષય યાચના કરી હતી. મેં તેને આડું અવળું સમજાવી જુઠે ઉત્તર આપી શાંત કરી હતી; છતાં છુપા દૂતની માફક મારી પાછળ આવી તેણે આપણો
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy