________________
રાજકુમારીનો મેળાપ ત્યાં સુધી જ મને નિવૃત્તિ રહેશે.
રાજકુમાર હું તમારી શી ભકિત કરૂં. આ જન્મપથત આ આત્મા તમને અર્પણ કરું છું વિશેષમાં આ લક્ષ્મીપુંજહાર તમે ગ્રેહણ કરે.”
આ પ્રમાણે કહી પિતાને હાથે તે હાર કુમારના ગળામાં નાખ્યા હાર નાખીને જણાવ્યું કે, આ હાર મેં આપના ગળામાં નાખે, પણ આ હારના બાનાથી મેં તમને વરમાળ આપી છે. માટે અત્યારે ગાંધર્વ વિવાહ કરી અને ગ્રહણ કરે અને પછી હું અત્યારે જ તમારી સાથે આવીશ. અન્ય અન્ય વિગ જનિત દુઃખ ન થાઓ; એ જ મારી પ્રબળ ઈચ્છા છે.
મહાબળે ઉત્તર આપે રાજકુમારી ! તમારું કહેવું સત્ય છે. તમારા મનોરથ ઉત્તમ છે મનને ખરો સંકલ્પ તમે જણાવી આપ્યો છે, તથાપિ મનુષ્યની સાક્ષીએ
જ્યાં સુધી માતા પિતા કન્યા ન આપે ત્યાં સુધી પોતાની ઈચ્છાએ વિવાહ કરે તે કુલીન મનુષ્યને ઉચિત નથી
અત્યારે તમારું પાણી ગ્રહણ કરવાની અને સાથે લઈ જવાની હું ના પાડું છું તેથી તમે ખેદ ન કરશે, ખુરશે નહિં, ઉતાવળ ન કરે. આંહી કેટલાક દિવસ સુધી શાંત ચિત કરીને રહે. હું તમને વચન આપું છું કે અહીંથી જઈને જ એવી રીતે પ્રયત્ન કરીશ કે, તમારાં માતા પિતા, તમારું લગ્ન મારી સાથેજ કરશે. હવે શાંત થાઓ. અને મને રજા આપો.”