SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૪ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૨૨ શુભ ઈચ્છાદિ થવાને કારણે, તે પ્રકારની બીજપુષ્ટિથી પૂર્વમાં પડેલાં યોગબીજો શીઘ્ર ફળ આપે તેવા પ્રકારની તે બીજોની પુષ્ટિ થવાથી, લેશથી ઉપકાર છે. ll૨૨૨ાા પક્ષપાતળુચ્છા :' માં ' પદથી શુભ પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. ભાવાર્થ : પૂર્વના મહાપુરુષોની અપેક્ષાએ યોગમાર્ગને જાણવાના વિષયમાં પોતાનામાં ઘણી જડબુદ્ધિ છે, તેમ ગ્રંથકાર જુએ છે, છતાં જુએ છે કે પોતાના કરતાં પણ જડબુદ્ધિવાળા એવા અન્ય પણ કુલયોગી, પ્રવૃત્તચર્યાગી કે અવંચકયોગીઓ છે, જેઓને આ યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથના શ્રવણ વડે પક્ષપાત થશે; તો કેટલાક કુલ યોગી આદિને તે પ્રમાણે યોગમાર્ગમાં પ્રયત્ન કરવાની શુભ ઇચ્છા પણ થશે, તો વળી કેટલાક કુલ યોગી આદિ આ ગ્રંથ શ્રવણ કરીને યોગમાર્ગમાં તે પ્રમાણે પ્રવૃત્તિ પણ કરશે; જેથી પૂર્વમાં જે યોગમાર્ગનો પક્ષપાત આદિ કરીને તેમણે યોગબીજો નાખેલાં છે, તે યોગબીજો પ્રસ્તુત ગ્રંથના શ્રવણથી થયેલા પક્ષપાત આદિ ભાવોને કારણે પુષ્ટ થશે; અને યોગનાં બીજો જેમ જેમ પુષ્ટ પુષ્ટતર થાય તેમ તેમ તે યોગીને અધિક અધિકતર યોગમાર્ગની પ્રાપ્તિ થશે. તેથી પોતાની ગ્રંથરચનાથી તેવા યોગ્ય જીવોને લેશથી ઉપકાર પણ છે, માટે યોગ્ય જીવોના ઉપકારના પ્રયોજનથી પણ ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથની રચના કરી છે. અહીં લેશથી ઉપકાર છે તેમ કહીને એ બતાવવું છે કે તીર્થંકરોએ અને પૂર્વના મહાપુરુષોએ યોગમાર્ગ બતાવીને ઘણો ઉપકાર કર્યો છે, તેવો ઉપકાર ગ્રંથકાર સ્વયં કરી શકે એમ નથી; કેમ કે પોતાની તેવી મતિ કે તેવી શક્તિ નથી; તોપણ પોતાનાથી અલ્પ મતિવાળા જીવોને પૂર્વના મહાપુરુષોના ગ્રંથોથી ઉપકાર થવો મુશ્કેલ છે. તેથી જે મંદ બુદ્ધિવાળા જીવોને તે મહાપુરુષોના ગ્રંથથી ઉપકાર થાય તેમ નથી, તેવા જીવોને પોતાના ગ્રંથથી કંઈક ઉપકાર થશે, તેમ દેખાવાથી પ્રસ્તુત ગ્રંથરચના ગ્રંથકારે કરી છે. વળી યોગદૃષ્ટિ ગ્રંથના શ્રવણથી પૂર્વે બતાવ્યું તેમ યોગ્ય જીવોને યોગમાર્ગનો તે પ્રકારે બોધ થાય છે, જેથી જે પ્રકારે ગ્રંથકારે યોગમાર્ગનું વર્ણન કર્યું છે, તે પ્રકારે યોગમાર્ગ પ્રત્યે પક્ષપાત થાય છે, અને તે પક્ષપાત એટલે યોગમાર્ગ પ્રત્યે બહુમાનનો પરિણામ, અને તે બહુમાનના પરિણામના સંસ્કારો આત્મા ઉપર પડે છે. વળી કેટલાક જીવોને ગ્રંથ શ્રવણ કરવાથી શુભ ઇચ્છા થાય છે અર્થાત્ જે પ્રમાણે ગ્રંથમાં યોગમાર્ગ બતાવ્યો છે, એ પ્રમાણે હું પણ યોગમાર્ગમાં યત્ન કરીને ઉત્તર-ઉત્તરના યોગને પ્રાપ્ત કરું, એવી શુભ ઇચ્છા થાય છે, જે શુભ ઇચ્છાના સંસ્કારો આત્મા ઉપર પડે છે. વળી કેટલાક જીવોને તેવી શુભ ઇચ્છા થયા પછી સ્વશક્તિ અનુસાર ઉત્તર-ઉત્તરના યોગમાર્ગમાં યત્ન પણ થાય છે, અને તે યત્નકાળમાં વર્તતા શુભ અધ્યવસાયના સંસ્કારો પણ આત્મા ઉપર પડે છે. આ રીતે યોગમાર્ગના પક્ષપાતના, યોગમાર્ગના સેવનની શુભ ઇચ્છાના કે યોગમાર્ગની શુભપ્રવૃત્તિના સંસ્કારો, પૂર્વમાં પડેલાં યોગબીજાના સંસ્કારોને પુષ્ટ-પુતર કરે છે; અને પુષ્ટ-પુષ્ટતર થયેલા યોગબીજના સંસ્કારો અધિક અધિક યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી પ્રસ્તુત ગ્રંથથી તેવા જીવોને ઉપકાર થાય છે. ર૨૨ા
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy