SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૨૩ શ્લોકાર્થ : ૧૦૫ જિનોમાં સંશુદ્ધ એવું કુશલચિત્ત અને જિનોને નમસ્કાર જ અને પ્રણામાદિ અનુત્તમ યોગબીજ છે. II૨૩।। ટીકા ઃ ‘जिनेषु’=भगवदर्हत्सु, ‘कुशलं चित्तं ' = द्वेषाद्यभावेन प्रीत्यादिमत्, अनेन मनोयोगवृत्तिमाह, 'तन्नमस्कार एव च'=जिननमस्कार एव च तथामनोयोगप्रेरित, इत्यनेन तु वाग्योगवृत्तिम्, 'प्रणामादि च' पञ्चाङ्गादिलक्षणं; आदिशब्दान्मण्डलादिग्रह: 'संशुद्धं' इत्यसंशुद्धव्यवच्छेदार्थमेतत्, तस्य सामान्येन यथाप्रवृत्तिकरणभेदत्वात्, तस्य च योगबीजत्वानुपपत्तेः, एतत्सर्वमेव सामस्त्यप्रत्येकभावाभ्यां 'योगबीजं'मोक्षयोजकानुष्ठानकारणम् 'अनुत्तमम्' इति सर्वप्रधानं विषयप्राधान्यादिति ।। २३ ।। ટીકાર્ય ઃ ‘નિનેપુ’. વિષયપ્રાધાન્યાવિતિ ।। જિનોમાં=ભગવાન અરિહંતોમાં, કુશલચિત્ત=દ્વેષાદિના અભાવથી પ્રીતિઆદિવાળું ચિત્ત, આના દ્વારા=જિનોમાં કુશલચિત્ત દ્વારા, મનોયોગની પ્રવૃત્તિને કહે છે; અને તેમને નમસ્કાર જ=તેવા પ્રકારના મનોયોગથી પ્રેરિત અર્થાત્ જિનમાં કુશલચિત્તવાળા મનોયોગથી પ્રેરિત જિનને નમસ્કાર જ, નૃત્યનેન તુ=વળી આના દ્વારા વાગ્યોગપ્રવૃત્તિને કહે છે; અને પંચાંગાદિ લક્ષણ પ્રણામાદિ ‘પ્રામાવિ’ માં ‘આવિ’ શબ્દથી મંડલાદિનું ગ્રહણ કરવું. કેવા પ્રકારના કુશલચિત્તાદિ છે, તે બતાવવા માટે કહે છે - ***** સંશુદ્ધ એ પ્રકારનું આ=‘સંશુદ્ધ’ એ પ્રકારનું કુશલચિત્તાદિનું વિશેષણ, અસંશુદ્ધના વ્યવચ્છેદ માટે છે; કેમ કે તેનું=અસંશુદ્ધ એવા કુશલચિત્તાદિનું, સામાન્યથી યથાપ્રવૃત્તિકરણનું=ચરમ-અચરમસામાન્યથી યથાપ્રવૃત્તકરણનું, ભેદપણું છે, અને તેના સામાન્યથી યથાપ્રવૃત્તિકરણના ભેદના, યોગબીજત્વની અનુપપત્તિ છે. (એથી સંશુદ્ધ એ પ્રકારનું વિશેષણ આપ્યું છે એમ સંબંધ છે.) ‘તત્સર્વમેવ’=આ સર્વ જ=જિનોમાં કુશલચિત્ત, તેમને કરાયેલો નમસ્કાર અને તેમને કરાયેલા પ્રણામાદિ સર્વ જ, સમસ્ત ભાવથી કે પ્રત્યેક ભાવથી મોક્ષયોજક અનુષ્ઠાનના કારણરૂપ અનુત્તમ એવું યોગબીજ છે અર્થાત્ અન્ય યોગબીજોમાં પ્રધાન યોગબીજ છે; કેમ કે વિષયનું પ્રાધાન્ય છે= કુશલચિત્તના વિષયભૂત જિનેશ્વરો છે, તે આચાર્યાદિ બધા યોગીઓ કરતાં પ્રધાન છે. માટે તેમનામાં થયેલું કુશલચિત્તાદિ અનુત્તમ છે. ‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. ।।૨૩।। : ‘દ્વેષાદ્યમાવન’ માં ‘વિ’ પદથી ઉપેક્ષાનું ગ્રહણ કરવું. ♦ ‘પ્રીમિત્’ માં ‘વિ’ પદથી ‘મમિત્' નું ગ્રહણ કરવું.
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy