SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૨-૨૩ વળી, “આ યોગબીજો મોક્ષનાં અવંધ્ય કારણ છે,” એમ કહ્યું. તેનું તાત્પર્ય એ છે કે યોગમાર્ગમાં પ્રસ્થિત એવા યોગીઓ પ્રત્યે જે બહુમાનભાવ થાય છે, તે બહુમાનભાવ આત્મા ઉપર યોગમાર્ગની રુચિના સંસ્કારો નાખે છે, આ સંસ્કારો નિમિત્ત પામીને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરાવે છે, અને યોગમાર્ગની પ્રવૃત્તિ પૂર્ણ થતાં મોક્ષરૂપ ફળ અવશ્ય થાય છે. તેથી પરંપરાએ મોક્ષના અવશ્ય કારણભૂત આ યોગબીજો છે. વળી પહેલી દષ્ટિવાળા યોગી જે યમનું સેવન કરે છે, તે યોગમાર્ગનું સેવન છે, તેનાથી યોગમાર્ગના સેવનના સંસ્કારો પડે છે, જે ઉત્તરના યોગમાર્ગમાં જવામાં પ્રબળ કારણ છે. વળી આવા યોગી જિનમાં કે આચાર્યાદિમાં આગળ બતાવાશે એવું કુશલચિત્ત કરે છે, તે કુશલચિત્ત સાક્ષાત્ યોગમાર્ગના સેવનરૂપ નથી, પરંતુ જિનાદિમાં વર્તતાં યોગ પ્રત્યેની પ્રીતિ આદિના પરિણામરૂપ છે. તે પ્રીતિનો પરિણામ શક્તિના સંચય દ્વારા વિશિષ્ટ પ્રકારના યોગની પ્રાપ્તિનું કારણ બને છે, તેથી જિનોમાં થતા કુશલચિત્તાદિ યોગબીજો છે. રશા અવતરણિકા - साम्प्रतं योगबीजान्युपन्यस्यन्नाह - અવતરણિતાર્થ : હવે યોગબીજોનો ઉપભ્યાસ કરતાં ગ્રંથકાર કહે છે – ભાવાર્થ : પૂર્વશ્લોકમાં કહ્યું કે મિત્રાદૃષ્ટિમાં રહેલા યોગી મોક્ષનાં અવંધ્ય હેતુ એવા યોગબીજોને ગ્રહણ કરે છે. તેથી હવે યોગબીજનો ઉપન્યાસ કરે છે. અહીં વિશેષ એ છે કે ધાત્રિશિકા-૨૧, ગાથા-૭માં ઉપાધ્યાયજી મહારાજે બતાવ્યું એ પ્રમાણે કોઈ અન્ય દર્શનમાં રહેલ સાધક પાતંજલ શાસ્ત્ર પ્રમાણે યમનો બોધ કરીને યમસેવનમાં પ્રવૃત્ત હોય એવા મિત્રાદષ્ટિવાળા યોગી, અસગ્રહ વગરના હોવાને કારણે સદગુરુનો યોગ થાય તો ભગવાનના પ્રવચનને પણ સાંભળે , અને ક્રમે કરીને જિનાદિમાં કુશલચિત્તરૂપ યોગબીજોનું ગ્રહણ કરે છે, તે યોગબીજને ગ્રંથકાર બતાવે છે. શ્લોક : जिनेषु कुशलं चित्तं, तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं, योगबीजमनुत्तमम् ।।२३।। અન્વયાર્થ: નિને જિનોમાં સંશુદ્ધ શતં વિત્ત સંશુદ્ધ એવું કુશલચિત્ત =અને તત્રમાર વં તેમને નમસ્કાર જગજિનોને નમસ્કાર જ ર અને પ્રામારિ પ્રણામાદિ અનુત્તમ યોાવીનં-અનુત્તમ યોગબીજ છે. ૨૩
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy