SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૮ स्वशरीरवत्तेन व्यवहरति, यतो व्यापकयोश्चित्तपुरुषयोर्भोगसङ्कोचे कारणं कर्म तच्चेत् समाधिना क्षिप्तं तदा स्वातन्त्र्यात् सर्वत्रैव भोगनिष्पत्तिः ॥३ - ३८ ॥ ટીકાર્ય ***** व्यापकत्वात् . ભોગનિષ્પત્તિ: ।। આત્મા અને ચિત્તનું વ્યાપકપણું હોવાથી નિયતકર્મના વશથી જ શરીર અંતર્ગત એવા તે બેનું ભોક્ત-ભોગ્યભાવથી જે સંવેદન થાય છે શરીરમાં તે જ બંધ એ પ્રમાણે કહેવાય છે. તે જ્યારે સમાધિના વશથી ધર્મ-અધર્મ નામનું બંધનું કારણ શિથિલ થાય છે=તાનવ અર્થાત્ તનુ થાય છે અને ચિત્તનો જે આ પ્રચાર=હૃદયના પ્રદેશથી ઇન્દ્રિય દ્વારા વિષયના અભિમુખપણાથી પ્રસર, તેનું સંવેદન=જ્ઞાન. કેવા પ્રકારનું જ્ઞાન તે સ્પષ્ટ કરે છે - - આ ચિત્તવા નાડી, આના દ્વારા ચિત્તને વહન કરે છે અને આ ચિત્તવહા નાડી રસ પ્રાણાદિને વહન કરનારી નાડીથી વિલક્ષણ છે, એ પ્રકારે જ્ઞાન થાય છે. આ રીતે સ્વ-પર શરીરના સંચારને જ્યારે યોગી જાણે છે ત્યારે પરકીય શરીર મૃત હોય કે જીવિત શરીર હોય, ચિત્તના સંચાર દ્વારા પ્રવેશ કરે છે અર્થાત્ યોગી તે શરીરમાં પ્રવેશ કરે છે. ચિત્ત પર શરીરમાં પ્રવેશતું ઇન્દ્રિયોને પણ અનુસરે છે. જેમ મધુકરરાને મધમાખીઓ અનુસરે છે. ત્યારપછી પર શરીરમાં પ્રવેશેલાં એવા યોગી સ્વ-શરીરની મ તેનાથી વ્યવહાર કરે છે-પરશરીરથી વ્યવહાર કરે છે. જે કારણથી વ્યાપક એવા ચિત્ત અને પુરુષનો ભોગના સંકોચમાં કારણ કર્મ છે. તે=ભોગના સંકોચનું કારણ એવું કર્મ, જો સમાધિથી ક્ષિપ્ત કરાયું હોય તો સ્વતંત્રપણાથી સર્વત્ર જ ભોગની નિષ્પત્તિ છે. II3-૩૮॥ ભાવાર્થ : શરીરબંધના કારણોની શિથિલતાથી અને ચિત્તના પ્રચારના જ્ઞાનથી યોગીના ચિત્તનો પર શરીરમાં પ્રવેશ : પાતંજલદર્શનની પ્રક્રિયા પ્રમાણે દરેકનો આત્મા સર્વવ્યાપી છે અને ચિત્ત પણ સર્વવ્યાપી છે. આમ છતાં નિયત કર્મના વશથી શરીર અંતર્ગત ભોક્તા અને ભોગ્યભાવરૂપે ચિત્ત અને આત્માનું સંવેદન થાય છે અર્થાત્ ચિત્ત ભોગ્ય છે અને આત્મા ભોક્તા છે તે રૂપે સંસારી જીવોને સંવેદન થાય છે, તે શરીરબંધ કહેવાય છે=શરીરમાં આત્મા અને ચિત્ત બંધાયેલાં છે તેમ કહેવાય છે. તે શરીરબંધનું કારણ ધર્મ-અધર્મ નામનું કર્મ છે. યોગની સાધનાથી યોગી જ્યારે સમાધિને પામે છે, ત્યારે તે કર્મ શિથિલ થાય છે, અને હ્રદયપ્રદેર પી ઇન્દ્રિય દ્વારા વિષયાભિમુખપણાથી ચિત્તનો જે પ્રચાર થાય છે, તેનું જ્ઞાન થવાને કારણે યાગીનું ચિત્ત પરશરીરમાં પ્રવેશ પામે છે, અને પરશરીરમાં
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy