SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૬-૩૦, ૩૮ કરવા માટે તે પ્રાતિજજ્ઞાન સહાયક પણ છે, આથી જ વ્યુત્થાનદશામાં રહેલા યોગીઓને તે પ્રાતિજજ્ઞાનની પ્રાપ્તિથી હર્ષાદિ થાય છે તો પણ તે હર્ષાદિ સમાધિમાં સુદઢ યત્ન કરવા માટે ઉત્સાહિત કરે છે, અને પ્રાતિભજ્ઞાનનો વિશેષ બોધ વિશિષ્ટ સમાધિમાં યત્ન કરવા માટે ઉપયોગી થાય છે. હર્ષ-વિસ્મયાદિ થવાને કારણે શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તાજ્ઞાનો સમાધિમાં વિષ્ણારૂપ અને વ્યુત્થાનદશામાં સિદ્ધિરૂપ : જેમ પ્રતિભજ્ઞાન થવાથી યોગીને હર્ષ-વિસ્મયાદિ થઈ શકે છે, તેમ યોગીને પાંચ ઇન્દ્રિયોમાંથી કોઈપણ ઇન્દ્રિયોનું દિવ્યજ્ઞાન થાય તો હર્ષ-વિસ્મયાદિ થઈ શકે છે, અને તે વખતે યોગી સમાધિમાં હોય તો હર્ષ-વિસ્મયાદિને કારણે તે યોગીની સમાધિ શિથિલ થાય છે, માટે પાંચ ઇન્દ્રિયોનાં દિવ્યજ્ઞાનો પ્રતિભજ્ઞાનની જેમ તે યોગીની સમાધિમાં વિજ્ઞભૂત છે; અને વ્યુત્થાનદશામાં પાંચ ઇન્દ્રિયોના દિવ્યજ્ઞાનોમાંથી કોઈપણ દિવ્યજ્ઞાન થાય તો સમાધિમાં ઉત્સાહ થાય છે, તેથી તે દિવ્યજ્ઞાનો યોગી માટે વ્યુત્થાનદશામાં સિદ્ધિરૂપ છે. [૩-૩૬૩oll અવતરણિકા: सिद्ध्यन्तरमाह - અવતરણિયાર્થ: અન્ય સિદ્ધિને કહે છે – સૂત્ર : बन्धकारणशैथिल्यात् प्रचारसंवेदनाच्च चित्तस्य परशरीरप्रवेशः ॥३-३८॥ સૂત્રાર્થ : બંધના કારણના શિથિલપણાથી અને ચિત્તના પ્રચારના સંવેદનથી ચિત્તનો પર શરીરમાં પ્રવેશ થાય છે. ll3-3૮II ટીકા : ___ 'बन्धेति'-व्यापकत्वादात्मचित्तयोर्नियतकर्मवशादेव शरीरान्तर्गतयोर्भोक्तृभोग्यभावेन यत्संवेदनमुपजायते स एव शरीरे बन्ध इत्युच्यते, तद्यदा समाधिवशाद् बन्धकारणं धर्माधर्माख्यं शिथिलं भवति-तानवमापद्यते, चित्तस्य च योऽसौ प्रचारो हृदयप्रदेशादिन्द्रियद्वारेण विषयाभिमुख्येन प्रसरस्तस्य संवेदनं ज्ञानमियं चित्तवहा नाडी, अनया चित्तं वहति, इयं च रसप्राणादिवहाभ्यो नाडीभ्यो विलक्षणेति स्वपरशरीरयोर्यदा सञ्चारं जानाति तदा परकीयं शरीरं मृतं जीवच्छरीरं वा चित्तसञ्चारद्वारेण प्रविशति, चित्तं परशरीरे प्रविशदिन्द्रियाण्यपि अनुवर्तन्ते मधुकरराजमिव मधुमक्षिकाः, अथ परशरीरप्रविष्टो योगी
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy