SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ અવતરણિકા : सिद्ध्यन्तरमाह - અવતરણિકાર્ય : અન્ય સિદ્ધિને મ્હે છે સૂત્ર : પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૨ મૂર્ધન્યોતિષિ સિદ્ધવર્શનમ્ ॥રૂ-૩૨૫ સૂત્રાર્થ : : મસ્તકની જ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધપુરુષોનું દર્શન થાય છે. 13-૩૨॥ ટીકા : 'मूर्धज्योतिषीति' - शिरःकपाले ब्रह्मरन्ध्राख्यं छिद्रं प्रकाशाधारत्वाज्ज्योतिः, यथा गृहाभ्यन्तरस्थस्य मणेः प्रसरन्ती प्रभा कुञ्चिताकारेव सर्वप्रदेशे सङ्घटते तथा हृदयस्थः सात्त्विकः प्रकाशः प्रसृतस्तत्र सम्पिण्डितत्वं भजते, तत्र कृतसंयमस्य ये द्यावापृथिव्योरन्तरालवर्तिनः सिद्धा-दिव्याः पुरुषाः, तेषामितरप्राणिभिरदृश्यानां तस्य दर्शनं भवति, तान् पश्यति तैश्च स सम्भाषत इत्यर्थः ॥ ३ - ३२॥ ટીકાર્થ: શિર:પા ..... નૃત્યર્થ: ।।મસ્તક્ના કપાલમાં જે બ્રહ્મરંધ્ર નામનું છિદ્ર છે તે પ્રકાશનું ધારક હોવાથી જ્યોતિ છે. જે પ્રમાણે-ઘરના અત્યંતરમાં રહેલ મણિની પ્રસરતી પ્રભા કુંચિતઆકારવાળી જસર્વપ્રદેશમાં સંઘટન પામે છે તે પ્રમાણે હ્રદયમાં રહેલો સાત્ત્વિક પ્રકાશ ફેલાયેલો ત્યાં=બ્રહ્મરંધ્ર નામના છિદ્રમાં, સંપિંડિતપણાને પામે છે. તેમાં=શિરક્પાલના બ્રહ્મરંધ્રરૂપ છિદ્રમાં, કરાયેલ સંયમવાળા યોગીને ઇતરપ્રાણીઓથી અદૃશ્ય એવા જે સ્વર્ગ અને પૃથ્વીના અપાંતરાલવર્તી સિદ્ધો-દિવ્યપુરુષો, છે તેઓનું, તેમને=કરાયેલા સંયમવાળા યોગીને, દર્શન થાય છે અર્થાત્ તેઓને જુએ છે અને તેઓ વડે-તે દિવ્ય છે પુરુષો સાથે, તે=કરાયેલ સંયમવાળા યોગી, સંભાષણ કરે છે, એ પ્રકારનો અર્થ છે. ||૩-૩૨|| ભાવાર્થ: મૂર્ધજ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધ પુરુષોનું દર્શન ઃ મસ્તકના મધ્યભાગમાં બ્રહ્મશ્ર છે, તે મૂર્ખ કહેવાય છે, અને તે મૂર્ધમાં=મસ્તકમાં, જ્યોતિ=પ્રકાશ, સંપિડિત થાય તે મૂર્ધજ્યોતિ કહેવાય. મસ્તકમાં પ્રકાશ કઈ રીતે સંપિડિત થાય છે, તે દૃષ્ટાંતથી બતાવે છે -
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy