SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ છે અર્થાત્ હું આ વિષયોને ગ્રહણ કરું છું અને આ વિષયો મારાથી ગ્રાહ્ય છે, એવો જે વ્યવહાર સંસારદશામાં પ્રવર્તતો હતો તેનો મુક્તદશામાં અભાવ થાય છે, માટે મુક્તદશામાં આત્મા ચૈતન્યમાત્ર રહે છે, તેથી જેવો આત્મા સાંખ્યદર્શનકારે સ્વીકાર્યો છે તેવો આત્મા બૌદ્ધદર્શનકારે પણ સ્વીકારવો જોઈએ. સાંખ્યમત પ્રમાણે ચિતિનું વિષયગ્રહણ સમર્થત્વ સ્વરૂપ, આત્માગ્રાહકત્વ નહિ? વળી સાંખ્યદર્શનકાર પોતાની માન્યતાનુસાર કહે છે કે આત્માનું ચૈતન્ય ચિતિમાત્રપણાથી ઉપપન્ન થાય છે, પરંતુ આત્માનું પોતાનું સંવેદન આત્માને થતું નથી. તેમાં યુક્તિ બતાવે છે – ચિતિનું વિષયગ્રહણસમર્થપણું સ્વરૂપ છે, આત્મગ્રાહકવરૂપ સ્વરૂપ નથી. તેથી એ પ્રાપ્ત થાય છે કે સંસારીજીવોમાં રહેતી ચિતિશક્તિ બુદ્ધિમાં પ્રતિબિંબ થાય છે અને તે બુદ્ધિ જે વિષયોને ગ્રહણ કરે છે, તેમાં સંસારીજીવોની ચિતિશક્તિનું સામર્થ્ય છે, પરંતુ પોતાના આત્માના સ્વરૂપનું ગ્રાહકપણું નથી, તેથી ચિતિશક્તિ આત્માને પોતાનું સંવેદન કરાવતી નથી. ચિતિથી ‘હું' એ પ્રમાણે ગ્રહણ કરાતું સ્વરૂપ કેમ ચિતિશક્તિ પોતાના સ્વરૂપને ગ્રહણ કરી શકતી નથી તે સ્પષ્ટ કરતાં કહે છે – એક સાથે બહિંમુખતાસ્વરૂપ અને અંતર્મુખતાસ્વરૂપ બે વ્યાપારનો પરસ્પર વિરોધ : એક સાથે બહિર્મુખતા અને અંતર્મુખતાસ્વરૂપ વ્યાપારદ્વય બે વ્યાપાર, વિરુદ્ધ છે. આશય એ છે કે ચિતિશક્તિ જ્યારે બાહ્ય ઘટ-પટાદિને ગ્રહણ કરે છે ત્યારે બહિર્મુખતારૂપ વ્યાપાર વર્તે છે તે વખતે જો ચિતિશક્તિ પોતાના સ્વરૂપનું સંવેદન કરે તો અંતર્મુખતારૂપ વ્યાપાર માનવો પડે અને બહિર્મુખતારૂપ અને અંતર્મુખતારૂપ બે વ્યાપાર પરસ્પર વિરુદ્ધ હોવાના કારણે એક સાથે થઈ શકે નહીં અને સંસારીજીવ બાહ્ય ઘટ-પટાદિ વિષયને ગ્રહણ કરે છે તે પ્રત્યક્ષથી દેખાય છે માટે ચિતિશક્તિ પોતાનું સંવેદન કરતી નથી તેમ માનવું પડે. આ રીતે ચિતિશક્તિને ચૈતન્યમાત્રરૂપે બતાવીને ચિતિશક્તિને આત્મસંવેદન થતું નથી તેમ સ્થાપન કર્યું. હવે તે ચિતિશક્તિ મોક્ષદશામાં કેવી છે અને સંસારદશામાં કેવી છે તે સ્પષ્ટ કરે છે – મોક્ષદશામાં અને સંસારદશામાં વર્તતી ચિતિશક્તિનું સ્વરૂપ : મોક્ષઅવસ્થામાં નિવૃત્તઅધિકારવાળા ગુણો હોત છતે ચિન્માત્રરૂપ આત્મા રહે છે, તેથી બાહ્ય કોઈ ઘટ-પટાદિ વિષયોનું મોક્ષ અવસ્થામાં ગ્રહણ થતું નથી. વળી સંસારઅવસ્થામાં આત્માને પૂર્વમાં વર્ણન કર્યું એમ કર્તૃત્વ, ભોસ્તૃત્વ અને અનુસંધાતૃત્વ સર્વ ઘટે છે. સંસારદશામાં કઈ રીતે આત્માને કર્તુત્વાદિ સર્વ ઘટે છે તે સ્પષ્ટ કરતાં કહે છે – આત્માનો પ્રકૃતિની સાથે અનાદિ નૈસર્ગિક એવો ભોગ્ય-ભોક્નત્વરૂપસંબંધ છે, તે અવિવેકખ્યાતિમૂલક છે; કેમ કે આત્મા કર્તા અને ભોક્તા નથી છતાં આત્માનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે, તેથી બુદ્ધિ જે કરે છે અને તેના ફળનો અનુભવ કરે છે, તે સર્વ હું કરું છું, તેવો બોધ આત્માને
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy