SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ નથી પરંતુ સર્વદર્શનોમાં પણ કેવલદશાવાળા પુરુષનું સ્વરૂપ વિચાર કરવામાં આવે તો આવા પ્રકારનો પુરુષ પ્રાપ્ત થાય છે. કેમ સર્વદર્શનમાં વિચાર કરવાથી તેવા પ્રકારનું પુરુષનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે ? તે તથાદિથી બતાવે છે – સૌ પ્રથમ જ્ઞાનક્ષણસ્વરૂપ આત્માને માનનાર બૌદ્ધદર્શનકારને સંસારઅવસ્થામાં થતાં અનુભવો સંગત થાય નહીં, તેમ બતાવીને તેમને પણ આવા સ્વરૂપવાળા કેવલ આત્મા છે, તેમ સ્વીકારવું જોઈએ તે બતાવતાં રાજમાર્તડવૃત્તિકાર કહે છે – ક્ષેત્રજ્ઞ એવો એક આત્મા કર્તા-ભોક્તા ન હોય તો કૃતતાન અને અકૃતાભ્યાગમનો પ્રસંગ : સંસારદશામાં દરેક આત્માને પોતે આ ક્રિયાઓ કરે છે, તે ક્રિયાઓનું પોતે ફળ ભોગવે છે, તે પ્રકારનું અનુસંધાન થાય છે, તેથી સંસારીદશામાં આત્મા કર્તુત્વ-ભાતૃત્વ અને અનુસંધાતૃત્વમય પ્રતીત થાય છે. હવે જો તે ક્ષેત્રજ્ઞ એવા પ્રકારનો ન હોય અર્થાત્ કર્તુત્વ-ભોક્નત્વ-અનુસંધાતૃત્વમય ન હોય અને બૌદ્ધમતાનુસાર જ્ઞાનના ક્ષણમય શરીરધારી આત્મા છે તેમ માનવામાં આવે તો દરેક શરીરધારી જીવોને અનુભવાતી જ્ઞાનની ક્ષણો પૂર્વાપરઅનુસંધાનથી શૂન્ય છે, તેમ માનવું પડે. તેથી નિયત કર્મફળનો સંબંધ થાય નહીં અર્થાત્ જે જ્ઞાનની ક્ષણે કૃત્ય કર્યું, તેનાથી ભિન્ન એવી જ્ઞાનની ક્ષણને તેની પૂર્વની જ્ઞાનની ક્ષણે કરેલા કર્મના ફળની પ્રાપ્તિ થાય છે તેમ માનવું પડે, અને તેમ સ્વીકારીએ તો જેણે કૃત્ય કર્યું છે, તે વ્યક્તિ કૃત્યના ફળનો ભોક્તા નથી, અન્ય વ્યક્તિ કૃત્યના ફળનો ભોક્તા છે તેમ સિદ્ધ થાય, તેથી કરાયેલા કર્મોનો નાશ=જે જ્ઞાનની ક્ષણે જે કર્મ કર્યું તેનું તેને ફળ નહીં મળવાથી તેના કર્યો નાશ, અને નહીં કરાયેલા કૃત્યના ફળનું આગમન=જે ઉત્તરની જ્ઞાનની ક્ષણે કાર્ય કર્યું નથી તે ક્ષણને પોતાનાથી નહીં કરાયેલા કૃત્યના ફળનું આગમન, પ્રાપ્ત થાય માટે જ્ઞાનક્ષણરૂપ આત્મા સ્વીકારી શકાય નહીં, તેથી જે પુરુષ શાસ્ત્ર ઉપદિષ્ટ શાસ્ત્રમાં બતાવેલ કર્મ કરે છે, તે પુરુષને તેનું ફળ મળે છે, તેમ માનવામાં આવે તો હિતની પ્રાપ્તિ અને અહિતના પરિવાર માટે સંસારીજીવોની જે પ્રવૃત્તિ છે, તે સર્વ ઘટે. જ્ઞાનક્ષણોને પરસ્પર ભેદ હોવાને કારણે અનુસંધાનશૂન્યપણું હોવાથી અનુસંધાનના અભાવમાં કોઈ પણ વ્યવહારની અનુપપત્તિ : વળી જ્ઞાનક્ષણરૂપ આત્મા સ્વીકારવામાં આવે તો જ્ઞાનક્ષણોનો પરસ્પરભેદ હોવાને કારણે મેં આ કૃત્ય કર્યું છે, તેનું ફળ હું ભોગવું છું, એ પ્રકારે અનુસંધાને પણ થાય નહીં, માટે જ્ઞાનક્ષણરૂપ આત્મા સ્વીકારી શકાય નહીં, પરંતુ જે કર્તા છે તે ભોક્તા છે અને કર્તા અને ભોક્તાનો જે અનુસંધાતા છે તે આત્મા છે, તે પ્રમાણે વ્યવસ્થાપન થાય છે. મોક્ષદશામાં સકલ ગ્રાહ્ય-ગ્રાહકસ્વરૂપ વ્યવહારનો અભાવ હોવાથી આત્માનું ચેતન્યમાત્ર અવશેષ : વળી આવો આત્મા મોક્ષદશામાં હોય ત્યારે બધા જ ગ્રાહ્ય-ગ્રાહકલક્ષણ વ્યવહારનો અભાવ થાય
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy