SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૦ સૂત્રાર્થ : ચિત્તાંતરથી દશ્ય હોતે છd=ાર્થને ગ્રહણ કરનારું ચિત્ત અન્ય ચિત્તથી દશ્ય હોતે છd, બુદ્ધિની બુદ્ધિનો અતિપ્રસંગ છે ચિત્તરૂપ બુદ્ધિને જાણનારી બુદ્ધિની બુદ્ધિનો ત્રીજી બુદ્ધિનો અતિપ્રસંગ છે અને સ્મૃતિશંકર છે. ll૪-૨૦|| ટીકા : ___ 'चित्तान्तरेति'-यदि हि बुद्धिर्बुद्ध्यन्तरेण वेद्यते तदा साऽपि बुद्धिः स्वयमबुद्धा बुद्ध्यन्तरं प्रकाशयितुमसमर्थेति तस्या ग्राहकं बुद्ध्यन्तरं कल्पनीयं तस्याप्यन्यदित्यनवस्थानात्पुरुषायुषेणाप्यर्थप्रतीतिर्न स्यात्, न हि प्रतीतावप्रतीतायामर्थः प्रतीतो भवति, स्मृतिसङ्करश्च प्राप्नोति, रूपे रसे वा समुत्पन्नायां बुद्धौ तद्ग्राहिकाणामनन्तानां बुद्धीनां समुत्पत्तेर्बुद्धिजनितैः संस्कारैर्यदा युगपद् बढ्यः स्मृतयः क्रियन्ते तदा बुद्धेरपर्यवसानाद् बुद्धिस्मृतीनां च बह्वीनां युगपदुत्पत्तेः कस्मिन्नर्थे स्मृतिरियमुत्पन्नेति ज्ञातुमशक्यत्वात् स्मृतीनां सङ्करः स्यात्, इयं रूपस्मृतिरियं रसस्मृतिरिति न ज्ञायेत ॥४-२०॥ ટીકાર્ય : યદ્ધિ હિં.... ન થાત્ | જો બુદ્ધિ બુધ્યતરથી અન્ય બુદ્ધિથી વેદના થાય તો તે પણ બુદ્ધિ બીજી પણ બુદ્ધિ, સ્વયં પોતે અબુદ્ધ એવી બુäતરને અન્ય બુદ્ધિને અર્થાત્ પ્રથમ બુદ્ધિને પ્રકાશન કરવા માટે અસમર્થ છે. તેથી તેની રાહબીજી બુદ્ધિની ગ્રાહક, બુધ્યતરરૂપ ત્રીજી બુદ્ધિ લ્પનીય છે-કલ્પના યોગ્ય છે. તેની પણ અન્ય ત્રીજી બુદ્ધિની ગ્રાહક અન્ય ચોથી બુદ્ધિ છે એ પ્રમાણે અનવસ્થા હોવાના કારણે પુરુષના આયુષ્યથી પણ અર્થની પ્રતીતિ થાય નહિ. અહીં પ્રશ્ન થાય કે પ્રથમ બુદ્ધિથી અર્થની પ્રતીતિ થાય છે. તેમ સ્વીકારીએ તો શું વાંધો છે ? એથી કહે છે – 7 દિ... પ્રણોતિના અપ્રતીત એવી પ્રતીતિ હોતે છતે પુરુષને અપ્રતીત એવી બુદ્ધિ હોતે છતે, અર્થ પ્રતીત થાય નહીં અને સ્મૃતિસંકર પ્રાપ્ત થાય. કઈ રીતે સ્મૃતિસંકર થાય ? તે સ્પષ્ટ કરે છે – રૂપે.... જ્ઞાયતે II રૂપ અને રસવિષયક સમુત્પન્ન બુદ્ધિ હોતે છતે તેની પ્રાહિકા ગ્રહણ કરનારી, અનંત બુદ્ધિની ઉત્પત્તિ હોવાથી જ્યારે બુદ્વિજનિત સંસ્કારો વડે ઘણી સ્મૃતિઓ કરાય છે ત્યારે બુદ્ધિના અપર્યવસાનને કારણે અને ઘણી બુદ્ધિની સ્મૃતિની એક સાથે ઉત્પત્તિ હોવાથી ક્યા અર્થમાં આ સ્મૃતિ ઉત્પન્ન થઈ છે એ પ્રમાણે જાણવું અશક્ય હોવાને કારણે સ્મૃતિનો સંકર થાય અર્થાત્ આ રૂપની સ્મૃતિ છે, આ રસની સ્મૃતિ છે એ જાણી શકાય નહીં. ll૪-૨૦||
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy