SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧૯-૨૦ ભાવાર્થ : એક સમયમાં અર્થના સંવેદનનું અને બુદ્ધિના સંવેદનનું અનવધારણ હોવાથી ચિત્ત પરપ્રકાશક: પાતંજલ યોગસૂત્ર ૪-૧૮માં કહ્યું કે, ચિત્ત સ્વપ્રકાશક નથી, તેથી હવે ચિત્ત સ્વપ્રકાશક કેમ નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – બહારના ઘટ-પટાદિ પદાર્થો જોઈને “આ સુખનો હેતુ છે, આ દુઃખના હેતુ છે' એ પ્રકારે જે બોધ થાય છે તે અર્થનો બોધ છે અને હું સુખી છું, હું દુઃખી છું’ એ પ્રકારે જે બોધ થાય છે તે બુદ્ધિનો બોધ છે. બુદ્ધિ બાહ્ય એવા અર્થોને પ્રત્યક્ષ કરે છે તે વખતે અર્થનો બોધ અને બુદ્ધિનો બોધ બેય સાથે થઈ શકે નહીં, કેમ કે વિરુદ્ધ એવા બે વ્યાપારો એક કાળમાં થઈ શકે નહીં. આ પ્રમાણે પાતંજલદર્શનકાર માને છે, તેથી ચિત્તને સ્વપ્રકાશક નથી તેમ કહે છે. અહીં પ્રશ્ન થાય છે કે ચિત્ત એક સાથે બે વિરુદ્ધ વ્યાપાર કરી શકે નહિ, તોપણ તે ચિત્ત પરપ્રકાશક છે, સ્વપ્રકાશક નથી તેમ કેવી રીતે નક્કી થાય ? તેથી કહે છે – અર્થને જાણવાનો વ્યાપાર અને બુદ્ધિને જાણવાનો વ્યાપાર, તે બે વ્યાપારથી નિષ્પાદ્ય એવા બે બોધરૂપ ફળો એક સાથે સંવેદન થતા નથી અને ચિત્ત બાહ્ય પદાર્થોનો બોધ કરે છે તે અનુભવથી દેખાય છે, તેથી ચિત્તનો અર્થવિષયક જ બોધ છે. પોતાના સ્વરૂપવિષયક બોધ નથી એ પ્રમાણે પાતંજલદર્શનકાર કહે છે. ll૪-૧૯ll અવતરણિકા: ननु मा भूद् बुद्धेः स्वयं ग्रहणं, बुद्ध्यन्तरेण भविष्यतीत्याशङ्कयाऽऽह - અવતરણિતાર્થ : બુદ્ધિ સ્વયં ગ્રહણ ન થાય, પરંતુ બુäતરથી=અન્ય બુદ્ધિથી ગ્રહણ થશે એ પ્રકારની આશંકા કરીને કહે છે – ભાવાર્થ : પાતંજલયોગસૂત્ર ૪-૧૯થી સ્થાપન કર્યું કે, બુદ્ધિ અર્થને ગ્રહણ કરે છે અને બુદ્ધિને પુરુષ ગ્રહણ કરે છે. ત્યાં કોઈને શંકા થાય કે બુદ્ધિ અર્થને ગ્રહણ કરે છે તે બુદ્ધિને ગ્રહણ કરવા માટે અન્ય પુરુષની કલ્પના કરવાના બદલે અર્થને ગ્રહણ કરનાર બુદ્ધિ બુધ્ધતરથી ગ્રહણ થાય છે, તેમ સ્વીકારી શકાશે, તેથી બુદ્ધિથી અતિરિક્ત નવા પુરુષની કલ્પનાનો દોષ પ્રાપ્ત થાય નહીં તેના નિવારણ માટે કહે છે – સૂત્ર : चित्तान्तरदृश्ये बुद्धिबुद्धेरतिप्रसङ्गः स्मृतिसङ्करश्च ॥४-२०॥
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy