SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૧૫ ભાવાર્થ : વસ્તુના સાગમાં ચિત્તનો ભેદ હોવાથી જ્ઞાન અને અર્થનો વિવિક્ત ભિન્ન, માર્ગ: પાતંજલદર્શનકારે સ્વપ્રક્રિયા અનુસાર પરિણામના એકત્વના=એકપણાના કારણે વસ્તુનું એકપણું છે તેમ પાતંજલયોગસૂત્ર ૪-૧૪માં સ્થાપન કર્યું. ત્યાં જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય વસ્તુ નથી એ પ્રમાણે માનનાર વિજ્ઞાનવાદી બૌદ્ધના મતનું સ્મરણ થયું, તેથી તે મત યુક્ત નથી પરંતુ જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય વસ્તુ છે તે બતાવવા માટે પતંજલિઋષિ કહે છે – બાહ્ય વસ્તુ એક હોય છતાં તે એક વસ્તુને જોઈને જુદા જુદા પ્રમાતાને તે વસ્તુ ચક્ષુથી બધાને સમાન દેખાવા છતાં તે વસ્તુને આશ્રયીને જુદું જુદું જ્ઞાન થાય છે. જેમ-કોઈ એક રૂપવાળી સ્ત્રીને જોઈને રાગીપુરુષને સુખનું વેદન કરાવે તેવું જ્ઞાન થાય છે. તે સ્ત્રીની શોક્ય પત્ની સ્ત્રી હોય તેને તે સુંદર સ્ત્રીનું રૂપ જોઈને દ્વેષ ઉત્પન્ન કરાવે તેવો જ્ઞાનનો પરિણામ થાય છે અને યોગીઓને તે સ્ત્રીના રૂપને જોઈને માત્ર તે રૂપ જેવું છે તેવું જ રૂપ દેખાય છે છતાં ધૃણાનો પરિણામ=ઉપેક્ષાના પરિણામ ઉત્પન્ન થાય છે. તેથી નક્કી થાય છે કે, જ્ઞાનનો પંથકમાર્ગ, જુદો છે, અને અર્થનો પદાર્થનો પંથક માર્ગ, જુદો છે; કેમ કે બોધ કરનાર ત્રણેય વ્યક્તિઓને જ્ઞાનનો પંથ જુદો જુદો પ્રવર્તે છે અને તે જ્ઞાનના વિષયરૂપ સ્ત્રીરૂપ અર્થ ત્રણે વ્યક્તિ માટે લાવણ્યરૂપ સમાન પ્રતિભાસ થાય છે. જો ચિત્તનું જ કાર્ય વસ્તુ પદાર્થ, હોત તો તે વસ્તુ પ્રત્યે ત્રણે પ્રમાતાને=જોનારને, એકરૂપે તે વસ્તુનો અવભાસ થવો જોઈએ અર્થાત્ ત્રણને એક સ્વરૂપ સ્ત્રીરૂપ તે પદાર્થ ભાસવો જોઈએ પરંતુ ત્રણેને ભિન્ન ભિન્ન ભાસે છે, તેથી ફલિત થાય છે કે, બાહ્ય વસ્તુ ચિત્તરૂપ જ્ઞાનનું કાર્ય નથી પરંતુ સ્વતંત્ર વસ્તુ છે. ટીકા : __ किञ्च, चित्तकार्यत्वे वस्तुनो यदीयस्य चित्तस्य तद्वस्तु कार्य, तस्मिन्नर्थान्तरव्यासक्ते तद्वस्तु न स्यात् । भवत्विति चेन्न, तदेव कथमन्यैर्बहुभिरुपलभ्येत, उपलभ्यते च, तस्मान्न चित्तकार्यम् । अथ युगपद् बहुभिः सोऽर्थः क्रियते, तदा बहुभिर्निमितस्यार्थस्यैकनिर्मिताद्वैलक्षण्यं स्यात्, यदा तु वैलक्षण्यं नेष्यते तदा कारणभेदे सति कार्यभेदस्याभावे निर्हेतुकमेकरूपं वा जगत् स्यात् । एतदुक्तं भवति-सत्यपि भिन्ने कारणे यदि कार्यस्याभेदस्तदा समग्रं जगन्नानाविधकारणजन्यमेकरूपं स्यात्, कारणभेदाननुगमात्स्वातन्त्र्येण निर्हेतुकं वा स्यात् । यद्येवं कथं तेन त्रिगुणात्मनाऽर्थेनैकस्यैव प्रमातुः सुखदुःखमोहमयानि ज्ञानानि न जन्यन्ते, मैवम्, यथाऽर्थस्त्रिगुणस्तथा चित्तमपि त्रिगुणं तस्य चार्थप्रतिभासोत्पत्तौ धर्मादयः सहकारिकारणं तदुद्भवाभिभववशात्कदाचिच्चित्तस्य तेन तेन रूपेणाभिव्यक्तिः, तथा च कामुकस्य सन्निहितायां योषिति धर्मसहकृतं चित्तं सत्त्वस्याङ्गितया परिणममानं सुखमयं भवति, तदेवाधर्मसहकारि रजसोऽङ्गितया दुःखरूपं सपत्नीमात्रस्य भवति, तीव्राधर्मसहकारितया परिणममानं तमसोऽङ्गित्वेन कोपनायाः सपत्न्या मोहमयं भवति, तस्माद्विज्ञान
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy