SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૫ સૂત્રાર્થ : વસ્તુના સાગમાં=બાહ્ય સ્ત્રી આદિ દેખાતા વસ્તુના સમાનપણામાં ચિત્તનો ભેદ હોવાથી ભિન્ન ભિન્ન પુરુષના જ્ઞાનનો ભેદ હોવાથી, તે બેનો-જ્ઞાન અને અર્થ તે બેનો, વિભક્ત માર્ગ છે. ll૪-૧૫ ટીકાઃ 'वस्तुसाम्य इति'-तयोर्ज्ञानार्थयोर्विविक्तः पन्था विविक्तो मार्ग इति यावत्, कथं ? वस्तुसाम्ये चित्तभेदात्, समाने वस्तुनि स्त्र्यादावुपलभ्यमाने नानाप्रमातृणां चित्तस्य भेदः सुखदुःखमोहरूपतया समुपलभ्यते । तथाहि-एकस्यां रूपलावण्यवत्यां योषिति उपलभ्यमानायां सरागस्य सुखमुत्पद्यते सपन्यास्तु द्वेषः परिव्राजकादेघृणेत्येकस्मिन् वस्तुनि नानाविधचित्तोदयात् कथं चित्तकार्यत्वं वस्तुनः, एकचित्तकार्यत्वे वस्त्वेकरूपतयैवावभासेत, ટીકાર્ય : તો: ~ રૂતિ યાવત્ છે તે બેનો=જ્ઞાન અને અર્થનો, વિવિક્ત પંથ છે-ભિન્ન માર્ગ છે, માટે જ્ઞાનથી અતિરિક્ત પદાર્થ છે, પરંતુ જ્ઞાનસ્વરૂપ જ વસ્તુ નથી એમ અન્વય છે. કર્થ ? - જ્ઞાન અને અર્થનો ભિન્ન માર્ગ કેમ છે ? તેમાં કહે છે – વસ્તુસાયે મેરાતું, વસ્તુના સામ્યમાં ચિત્તનો ભેદ છે. તે ચિત્તનો ભેદ સ્પષ્ટ કરે છે – સમાને... સમુપત્નમ્યતે સ્ત્રીઆદિ ઉપલભ્યાન પ્રત્યક્ષ દેખાતી સમાન બાહ્યાવસ્તુમાં, જુદા જુદા પ્રમાતાના ચિત્તનો ભેદ જ્ઞાનનો ભેદ, સુખ-દુ:ખ અને મોહરૂપપણાથી પ્રાપ્ત થાય છે. એક જ વસ્તુમાં જુદા જુદા પ્રમાતૃના જ્ઞાનનો ભેદ કઈ રીતે પ્રાપ્ત થાય છે તે ‘તથાદિથી સ્પષ્ટ કરે છે – તથાદિ – તે આ પ્રમાણે – જ્યાં ...... વાત, એક રૂપલાવણ્યવાળી સ્ત્રી પ્રાપ્ત થયે છતે=જ્ઞાનના વિષયરૂપે ઉપલબ્ધ થયે છત, સરાગવાળા પુરુષને સુખ ઉત્પન્ન થાય છે સપત્નીને શોક્ય પત્નીને, કેષ ઉત્પન્ન થાય છે અને પરિવ્રાજકદિને સંન્યાસી-સાધુ વગેરેને, ઘૃણા ઉપેક્ષા, ઉત્પન્ન થાય છે. એથી એક વસ્તુમાં જુદા જુદા ચિત્તનો ઉદય હોવાથી વસ્તુનું ચિત્તકાર્યપણે કેવી રીતે હોઈ શકે? અર્થાત્ વિજ્ઞાનવાદી બૌદ્ધ વસ્તુને સ્વીકારતો નથી પરંતુ દેખાતી વસ્તુને ચિત્તના કાર્યરૂપ કહે છે તે કેવી રીતે હોઈ શકે અર્થાત્ હોઈ શકે નહીં, કેમ કે એક ચિત્તનું કાર્યપણું હોતે છતે વસ્તુ એકરૂપપણાથી જ અવભાસ થાય=બાહ્ય સ્ત્રી આદિરૂપ વસ્તુ નાના પ્રમાતૃને જુદા જુદા પ્રમાતાને, એકરૂપે જ અવભાસ થાય, પરંતુ એકરૂપે અવાભાસ થતો નથી તેથી વસ્તુ ચિત્તનું કાર્ય નથી.
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy