SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૪ આનો વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનનો વિષય કહે છે – સર્વવિષયવાળું છે સર્વ મહદાદિ તત્ત્વો વિષય છે જેને તે તેવું છે એથી સર્વવિષયવાળું છે અને આનોરતારજ્ઞાનનો સ્વભાવ સર્વથાવિષયપણું છે – સ્કૂલ-સૂક્ષ્માદિ ભેદથી સર્વ અવસ્થાઓ વડે તે તે પરિણામોથી સર્વ પ્રકારે અવસ્થિત તત્ત્વો વિષય છે જેને તે તેવું છે એથી સર્વથા વિષયવાળું છે. અન્ય સ્વભાવને કહે છે – અક્રમવાળું છે – દરેક જુદી જુદી અવસ્થામાં પરિણત વ્યાત્મકભાવના ગ્રહણમાંeભૂત, વર્તમાન અને ભાવિના ભાવના ગ્રહણમાં, આનો વિવેથી ઉત્પન્ન થયેલા જ્ઞાનનો, ક્રમ વિદ્યમાન નથી એથી અક્રમવાનું છે અર્થાત્ હાથમાં રહેલા આમળાની જેમ સર્વને એકી સાથે જુએ છે સર્વભાવોને એકી સાથે જુએ છે. I૩-૫૪TI ભાવાર્થ : (૧) વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનની સંજ્ઞા : પાંતજલયોગસૂત્ર ૩-પરમાં કહ્યું કે, ક્ષણ અને પૂર્વ-અપરરૂપ ક્ષણના ક્રમમાં સંયમ કરવાથી યોગીને ક્ષણોના પરસ્પર ભેદને કરનારું એવું વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન થાય છે, અને તે જ્ઞાનને તારકજ્ઞાન કહેવાય છે. કેમ તેને તારકજ્ઞાન કહેવાય ? તેથી કહે છે – અગાધ એવા સંસારરૂપી સમુદ્રથી આ જ્ઞાન યોગીને તારે છે, એવી વ્યુત્પત્તિ અર્થવાળી સંજ્ઞાથી તે જ્ઞાનને તારકજ્ઞાન કહેવાય છે. (૨) વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનનો વિષય : વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન સર્વવિષયવાળું છે અર્થાત્ મહદાદિ સર્વવિષયવાળું છે. આશય એ છે કે પાતંજલમત પ્રમાણે પુરુષ અને પ્રકૃતિ એ બે મુખ્ય તત્ત્વો છે, અને પ્રકૃતિમાંથી મહત્તત્ત્વ ઉત્પન્ન થાય છે, તેને બુદ્ધિતત્ત્વ કહેવાય છે, તે મહત્ તત્ત્વમાંથી અન્ય અન્ય તત્ત્વો ઉત્પન્ન થાય છે, તે સર્વ મહદાદિ તત્ત્વોનો યથાર્થ બોધ તારકજ્ઞાનમાં થાય છે. (૩) વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનનો સ્વભાવ : વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન સર્વ પ્રકારે સૂક્ષ્માદિ ભેદવિષયવાળું છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે જે મહદાદિ તત્ત્વોને આ તારકજ્ઞાન જાણે છે, તે મહદાદિ તત્ત્વોના માત્ર સ્થૂલભેદને જાણતું નથી, પરંતુ તે મહદાદિ તત્ત્વોના સૂક્ષ્મ, સ્થૂલ આદિ સર્વ ભેદોને જાણે છે. (૪) વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનનો અક્રમઃ વળી તે મહદાદિ તત્ત્વોના સૂક્ષ્માદિ સર્વ ભેદોને ક્રમરહિત જાણે છે અર્થાત્ તે મહદાદિ તત્ત્વોના સૂક્ષ્માદિ સર્વ ભેદોની ભૂત અવસ્થા, વર્તમાન અવસ્થા અને ભાવિ અવસ્થારૂપ ઋર્થિક જે ભાવો છે, તે ભાવોને ક્રમસર ગ્રહણ કરતું નથી, પરંતુ ક્રમરહિત એક સાથે ગ્રહણ કરે છે.
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy