SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | પ્રાસ્તાવિક અધ્યાત્મગ્રંથોનું વાંચન કરવાનો, સ્વાધ્યાય કરવાનો, આ લેખન કરવાનો સુઅવસર સાંપડ્યો, દ્વાત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથનું વાંચન પણ કર્યું, તેમાં પાતંજલ યોગવિષયક બત્રીશીઓ આવી ત્યારે તે તે સૂત્રો અને તેનું વિવેચન રાજમાર્તડવૃત્તિ અનુસાર ખોલેલું, ત્યારપછી સંપૂર્ણ પાતંજલ યોગદર્શનસૂત્રરાજમાર્તડવૃત્તિ સહ પ્રવીણભાઈ પાસે મયંકભાઈએ વાંચન કર્યું તે વખતે વિવેચન લખાતું ગયું. ફરી સંપૂર્ણ વિવેચનની સાંગોપાંગ પ્રેસકોપી કરવાનો લાભ મને પ્રાપ્ત થયો અને પાતંજલિઋષિના યોગવિષયક પાતંજલયોગસૂત્રના વિશેષ સ્વાધ્યાયનો લાભ મળ્યો. આ બધાના મૂળમાં બીજ રોપનાર પરમપૂજય અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબ તથા પરમપૂજય પ્રવચનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા જામનગર મુકામે વિ. સં. ૨૦૪૭માં ચાતુર્માસ કર્યું ત્યારે પાતંજલ યોગસૂત્રનું અધ્યયન, વાંચન કરાવનાર અને યોગમાર્ગવિષયક વિશેષ રુચિ ઉત્પન્ન કરાવનાર પંડિતવર્ય શ્રી વૃજલાલ ઉપાધ્યાયનું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું, તેમ જ પંડિતવર્યશ્રી પ્રવીણભાઈએ આ ગ્રંથના પદાર્થોને ખોલવામાં જે અથાક પ્રયત્ન કર્યો છે એના દ્વારા પાતંજલ યોગસૂત્રના રહસ્યો અને પૂજય ઉપાધ્યાય મહારાજે કહેલ સમાલોચના દ્વારા જે રહસ્યો પ્રાપ્ત થયા છે અને યોગમાર્ગનો જે વિશદ બોધ પ્રાપ્ત થયો અને આંશિક યોગ પરિણતિનો વિકાસ થયો તે બદલ તેમનો ઉપકાર સદા માટે અવિસ્મરણીય રહેશે. પ્રાંત યોગમાર્ગનો સમ્યગુ બોધ કરીને ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓના નિરોધ દ્વારા અપર વૈરાગ્યથી પરવૈરાગ્યને પ્રાપ્ત કરી સંપ્રજ્ઞાત સમાધિ દ્વારા પ્રજ્ઞાલોક-ઋતુંભરામજ્ઞાને પામીને અસંપ્રજ્ઞાતસમાધિ અર્થાત્ વૃત્તિસંક્ષય દ્વારા ભવાપગ્રાહી કર્મનો ક્ષય કરીને આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી સાદિ અનંતકાળ સુધી સ્વસ્વરૂપમાં રમમાણ બનીએ એ જ શુભકામના. कल्याणमस्तु सर्वजीवानाम् એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭. આસો સુદ-૧૦, વિ. સં. ૨૦૬૬, તા. ૧૭-૧૦-૨૦૧૦, રવિવાર, વ્યાખ્યાનવાચસ્પતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજયવર્તી તથા પરમપૂજ્ય સમતામૂર્તિ પ્રવર્તિની સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના શિષ્યરત્ના સાધ્વીજી ચંદનબાલાશ્રી O O
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy