SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | પ્રાસ્તાવિક પ્રથમ પાદમાં કરેલ પદાર્થોની વિચારણા : યોગનું સ્વરૂપ, વૃત્તિઓનું સ્વરૂપ, પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિનું સ્વરૂપ, તાત્ત્વિક અને અતાત્ત્વિક ધર્મસંન્યાસસ્વરૂપ વૈરાગ્યનું સ્વરૂપ, સંપ્રજ્ઞાત સમાધિનું અને અસંપ્રજ્ઞાત સમાધિનું વિશેષ નિરૂપણ, વિદેહપ્રકૃતિલયનું સ્વરૂપ, ઈશ્વરના સ્વરૂપની વિશેષ વિચારણા, મૈત્યાદિ ચાર ભાવોનું વર્ણન, સબીજસમાધિ, ઋતંભરા પ્રજ્ઞા એ દ્વિતીય અપૂર્વકરણથી થનારા સામર્થ્યયોગની ઉત્પન્ન થયેલી સમાધિપ્રજ્ઞા છે તેનું સ્પષ્ટીકરણ. દ્વિતીય પાદમાં કરેલ પદાર્થોની વિચારણા - પરમ દુશ્ચર આધ્યાત્મિક તપની પ્રાપ્તિ માટે બાહ્યતપની આવશ્યકતા, અવિદ્યા વગેરે મોહનીયકર્મના ઔદયિક ભાવવિશેષો અને તેઓના પ્રસુપ્ત, તન, વિચ્છેદ, ઉદારપણાનું સ્વરૂપ, જૈનમતાનુસાર અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશનું સ્વરૂપ, સૂત્ર-૨/૧૦માં કહેલ હેયનું સ્વરૂપ, જાતિ, આયુષ્ય અને ભોગના સ્વરૂપની સમાલોચના, સૂત્ર-૨/૧૫માં કહેલ વિવેકીને સર્વ દુઃખ છે એ નિશ્ચયનયના મતે કથન, ગુણપર્વોની સમાલોચના, મહાવ્રત અને અણુવ્રતોમાં પારસર્ષવિવેક, ભાવશૌચને પ્રાપ્ત કરે તેવો જ દ્રવ્યશૌચ આદેય અને ઇન્દ્રિયોની પરમવશ્યતાનું સ્પષ્ટીકરણ કરેલ છે. આ પ્રમાણે ઉપરોક્ત પદાર્થો ઉપર શાસ્ત્રપાઠો આપવા દ્વારા પૂજય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે સમાલોચના કરેલ છે તેને મધ્યસ્થ પુરુષો તટસ્થ દૃષ્ટિથી વિચારશે તો યથાર્થ તત્ત્વની પ્રાપ્તિ જરૂર થઈ શકશે. ગીતાર્થગંગાથી પ્રકાશિત થતાં દરેક શબ્દશઃ વિવેચનાનુસાર આ ગ્રંથમાં પણ અવતરણિકા, અવતરણિકાર્થ, સૂત્ર, સૂત્રાર્થ અને ત્યારપછી તેનો ભાવાર્થ આપેલ છે. પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે જે જે સૂત્ર ઉપર ટિપ્પણરૂપ વ્યાખ્યા કરેલ છે તે વ્યાખ્યા તે તે સૂત્રના ભાવાર્થ પછી ત્યાં જ આપીને એનો પણ અર્થ અને ભાવાર્થ આપેલ છે જેથી વાચકવર્ગને સમજવામાં વિશેષ ઉપયોગી થઈ શકશે. પરમપૂજય ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ધાત્રિશદ્ધાત્રિશિકા અંતર્ગત પતંજલિઋષિએ કહેલા યોગમાર્ગને કહેનારી પાતંજલયોગલક્ષણાત્રિશિકા, ઈશાનુગ્રહવિચારધાર્નાિશિકા, યોગાવતારદ્ધાત્રિશિકા, ક્લેશતાનોપાયાત્રિશિકા, યોગમાયાભ્યદ્વાત્રિશિકા ઇત્યાદિમાં ભોજદેવકૃત રાજમાર્તડ વૃત્તિને સામે રાખીને પદાર્થોની વિચારણા સમાલોચના કરેલ છે અને જૈનદર્શનના પક્ષપાત વગર પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારી દૃષ્ટિથી પૂજય ઉપાધ્યાય મહારાજે યત્ન કરેલ છે તે રીતે યોગના અર્થી જીવો મધ્યસ્થતાપૂર્વક પ્રસ્તુત ગ્રંથના અધ્યયન માટે અર્થ કરશે તો યોગમાર્ગની પ્રાપ્તિમાં પ્રસ્તુત ગ્રંથ જરૂર ઉપકારક બનશે. મારી નાદુરસ્ત રહેતી તબિયતમાં પૂજયોની આજ્ઞાથી અમદાવાદ-રાજનગર મુકામે સ્થિરવાસ રહેવાનું થયું. તે દરમ્યાન યોગમાર્ગ-અધ્યાત્મમાર્ગવેત્તા પં. શ્રી પ્રવીણભાઈ મોતા પાસે યોગગ્રંથો
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy