SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ નરેંદ્નની ધ જિજ્ઞાસા ત્યારખાદ આચાય મહારાજ રાજસભામાં ગુજ`શ્વર પાસે જવા લાગ્યા. સિદ્ધરાજના હૃદયમાં ધમ`જિજ્ઞાસા પ્રગટ થઈ. જેથી તેણે ષટ્કનના વિદ્વાનેાને પેાતાની સભામાં બાલાવ્યા. પાતપોતાના મતનું પ્રતિપાદન કરતા દનકારાના વિરૂદ્ધ વાદને સાંભળી રાજાનુ` મન સ`શયમાં પડયું. સત્યાસત્યના નિર્ણય માટે ભૂપતિએ શ્રીહેમચદ્રસૂરિને પૂછ્યુ, પ્રભા ! સજ્ઞમગવાને પ્રરૂપેલા ધર્મોના આપ જ્ઞાતા છે. આપને કાઇપર રાગદ્વેષ નથી. માટે યથાસ્થિત સત્ય ધર્મોનું સ્વરૂપ મને સમજાવો. આચાય મહારાજે પુરાણાકત શખશ્રેષ્ડી અને તેની શ્રી યશોમતી તથા અન્ય નવીન સ્ત્રીના દૃષ્ટાંતથી સત્યધર્મનું સ્વરૂપ પ્રતિપાદન કર્યુ. આ કથા પૃષ્ટ (૨૯) થી (૩૩) સુધી પ્રસ્તુત ચરિત્રમાં આપેલી છે. પુનઃ તેણે સામાન્ય ધર્મો વિષે પૂચ્છયું, ત્યારે આચાય મહારાજે કહ્યુ, રાજનું ! સ` ધનું મૂળ દયા છે, સવ પ્રાણીઓને હિતકર તેમ જ દુષ્કર્માને પ્રતિકુળ એવા મુખ્ય ધમ યારૂપ ગણવામાં આવ્યા છે. કારણકે, મેઘવિના વૃષ્ટિ, બીજિવના મંકુર અને સુવિના દિવસના જેમ અસંભવ હોય છે, તેમ યાવિના ધના અસ`ભવ હાય છે. વળી તે યાધમ ઉપકારથી સિદ્ધ થાય છે. કિંમ`s પુરૂષોએ હ ંમેશાં પરોપકાર કરવામાં લક્ષ રાખવેા. એ સંબંધ અભયંકર ચક્રવત્તી ના દૃષ્ટાંતથી સૂરીશ્વરે ભુપતિએ હૃદયમાં સ્થિર કર્યાં. આ કથા પૃષ્ટ. ૩૪ થી શરૂ થાય છે. આ પ્રમાણે ગુરુશ્રીના વાણી સાંભળી સિદ્ધરાજે પરોપકાર કરવાને નિશ્ચય કર્યા અને તે પ્રમાણે પોતે આચરવા લાગ્યા. પોતાના કુલધમ ને તેણે ત્યાગ કર્યાં નહાતા પણ જૈનધમ પર તેના ભકિતભાવ વિશેષ હતા. સિદ્ધરાજની પ્રેરણાથી આચાય મહારાજે સિદ્ધહેમશબ્દાનુશાસનવ્યાકરણગ્રંથની રચના કરી. રાજાએ સમાજ ધર્મોના પાલક હોય છે. કાઈ ધમ પર તેમને દ્વેષ હોતા નથી. સિદ્ધરાજ ભૂપતિ ન્યાયી અને સત્યધર્માંત પરીક્ષક હતા. જેથી તેના હૃદયમાં ગુરુપ્રભાવવડે જૈનધમની ફિચ પૂર્વક દઢતા હતી. કુમારપાલ જન્મ દધિસ્થલનું રાજ્ય ત્રિભુવનપાલના હસ્તક હતું. તેની સ્ત્રી કશ્મીરદેવીની કુક્ષિથી એક પુત્ર વિ. સ. ૧૧૪૯માં થયા. આ બાલક કુમાર-કાર્ત્તિ ક્રેયની માફક પરાક્રમી અને પૃથ્વીનું પાલન કરશે. એમ જાણી તેના પિતાએ કુમારપાલ નામ પાડયું. અનુક્રમે યુવાવસ્થાને પ્રાપ્ત થયા તે સમયે–
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy