SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ તીવ્રબુદ્ઘિનાયાગથી સામચંદ્રમુનિ સ્વલ્પ સમયમાં સકલ શાસ્ત્રના પારગામી અને સવ` પડિતોમાં અગ્રગણ્ય થયા. તેમજ સરસ્વતી દેવીની પ્રસન્નતાથી અનેક ચમત્કારી વિદ્યા-કલાઓ પ્રાપ્ત કરી. યાગશક્તિના પ્રભાવથી સવ ઈંદ્રિયા તેમના સ્વાધીન હતી. તેમનુ મનેાખળ એટલું બધુ... પ્રશ્નલ હતું કે, કાઈપણ પદાર્થ તેમને અસાધ્ય નહોતો. તેમજ કાઈપણ વ્યક્તિ તેમને વૈરદૃષ્ટિથી જોઈ શકતી નહેાતી. એમ અનેક ગુણાથી વિરાજીત સેામચંદ્રમુનિને જોઇ પોતાના ગુરુ બહુ પ્રસન્ન થયાં. તેમજ તેમની જ્ઞાન શક્તિ, ચારિત્રની ઉત્કૃષ્ટતા અને અપૂર્વ વિદ્યા શક્તિથી સર્વ સંધમાં બહુ આનંદ પ્રસયેŕ. દરેક જૈન સંધના અતિ આગ્રહથી શાસનની ઉન્નતિ જાણી શ્રી દેવચદ્રસૂરિએ નાગપુરમાં વિ. સ’. ૧૧૬૬ માઘ શુદ્ધિ ૩ ગુરુવારે તેમને આચાય પદવી આપી. તે સમયે તેમનું હેમચંદ્રસૂરિએવું નામ પ્રસિદ્ધ થયું. શ્રીમદ્ હેમચદ્રસૂરિએ પ્રતિજ્ઞા કરી કે, આ જગમાં સર્વત્ર જૈન ધર્મના પ્રચાર કરવા. પરંતુ જ્યાં સુધી રાજા મહારાજા કોઈ ધર્મ નેતા ન થાય, ત્યાં સુધી તે પ્રતિજ્ઞા સંપૂર્ણ સિદ્ધ થઇ શકે નહિ. એમ ધારી ભવ્યજાને ઉપદેશ આપતા પોતે પાટણમાં આવ્યા. એક દિવસ સિદ્ધરાજ ભુપતિ ધોડેસ્વાર સાથે રાજપાટીએ ફરવા નકળ્યા. રાજમાગ માં સામા આવતા સૂરીશ્વર તેની દૃષ્ટિગોચર થયા. તેમની અદ્ભુત અને અતિ તેજસ્વી મૂર્તિ જોઇ રાજા પોતાના મનમાં ચકિત થઈ ગયે।. હાથીને સ્થિર કરી તેણે આચાય મહારાજને વિનયપૂર્વક કહ્યું, હે મુની ંદ્ર ! સમયેાચિત વચનામૃતનુ· પાન કરાવેા. આચાય મહારાજ ખેલ્યા. सिद्धराज ! गजराजमुच्चकैः कारय प्रसरमेतमग्रतः । संत्रसन्तु हरितां मतङ्गजा -स्तैः किमद्य भवतैव भूर्धृता ||१|| ‘સિદ્ધરાજ નરેશ ! આ ગજેદ્રને તુ. આગળ ચલાવ. દિશાઓના હાથીએ ત્રાસ પામી ભલે ચાલ્યા જાય, તેએની હવે કંઇપણ જરૂર નથી, કારણ કે, ખરેખર આ પૃથ્વીને તેં જ ધારણ કરેલી છે.'' એ પ્રમાણે અતિ અદ્ભુતવાણી સાંભળી પોતાના મનમાં ચમત્કાર પામી વિનીત થઈ રાજાએ કહ્યું. હું પ્રભા ! હંમેશાં આપશ્રીએ મારી પાસે કૃપા કરી પધારવું. એમ કહી રાજા સૂરીશ્વરના ગુણાનું સ્મરણ કરતા આગળ ચાલતા થયેા.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy