SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ શ્લોક : વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ हिंसावैश्वनरालर्कविकारादित्यसौ वदन् । મા પ્રત્યધિવત્ બુદ્ધો, નિવદ્વાઽસ્ય વધાય થીઃ ।।૬૨૭।। શ્લોકાર્થ : એ પ્રમાણે=શ્લોક-૬૧૫-૬૧૬માં વિભાકરે કહ્યું એ પ્રમાણે, બોલતો આ=વિભાકર, હિંસા અને વૈશ્વાનરના ઉગ્ર વિકારથી મારા વડે પ્રત્યર્થીની જેમ=શત્રુની જેમ, જણાયો. આના વધ માટે બુદ્ધિ નિબદ્ધ કરાઈ. II૬૧૭] શ્લોક ઃ परं न शकितो हन्तुं कृतं नु श्याममाननम् । तेन मद्भाववहिंन च धूमेनानुमियाय सः । । ६१८ । । શ્લોકાર્થ ઃ પરંતુ હણવા માટે સમર્થ થયો નહીં. શ્યામ મુખ કરાયું. મારા ભાવરૂપી વહ્નિને તે ધૂમ વડે=મારું મુખ શ્યામ થયું તે રૂપ ધૂમ વડે, તેણે=વિભાકરે, અનુમાન કર્યું. II૬૧૮।। શ્લોક ઃ ततोऽहं रक्षितस्तेन, छन्नो माध्यस्थ्यभस्मना । अन्तः प्रज्वलितुं लग्नो, हन्म्येनमिति सर्वदा ।।६१९।। શ્લોકાર્થ ઃ ત્યારપછી હું તેના વડે રક્ષણ કરાયો. માધ્યસ્થ્યરૂપી ભસ્મથી છન્ન કરાયો. આને=વિભાકરને, હું હણું એ પ્રમાણે સર્વદા અંદરમાં પ્રજ્વલિત થવા માટે લગ્ન થયો. વિભાકરે મારા મુખના શ્યામપણાથી મારા અંદરમાં વર્તતા વૈશ્વાનરને જોઈ શક્યો. તોપણ તેણે મારી રક્ષા કરી. અને માધ્યસ્થ્યભાવ દ્વારા પોતે નંદીવર્ધનના ભાવો જાણે છે તે વાત વિભાકરે છુપાવી. વળી, નંદીવર્ધનના ચિત્તમાં હંમેશાં તેને મારવાનો વિકલ્પ થાય તેવો અગ્નિ બળવા લાગ્યો. II૬૧૯
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy