SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ - અને કહેવાયું, હે દેવી કનકમંજરી ! કેમ આ અસમંજસ આરંભ કરાયું? હું સ્વાધીન નોકર હોતે છતે આટલો વિષાદ યુક્ત નથી. II૪૮૭ના શ્લોક : मद्दर्शनेन जाताऽसावनेकरसनिर्भरा । विलिखन्ती भुवं तस्थौ, विलसद्दशनद्युतिः ।।४८८।। શ્લોકાર્ચ - મારા દર્શનથી=નંદીવર્ધનના દર્શનથી, આ=કનકમંજરી, અનેક રસનિર્ભર થઈ. ભૂમિને ખોદતી વિલાસ પામતા દાંતની યુતિવાળી= તેજવાળી ઊભી રહી. કામને વશ જીવો કઈ રીતે બુદ્ધિમાન પણ અતિ દુઃખી હોય છે જેથી અતિ વ્યાકુળ થઈને આ રીતે ક્ષણવિલંબનનો પણ અસ્વીકાર કરીને મૃત્યુ અર્થે યત્ન કરે છે જે કામકષાયની અત્યંત મૂઢતાનું સ્વરૂપ છે. તેથી વિવેકીને બોધ થાય કે સુખનો અર્થી જીવ પણ કષાયોને વશ કઈ રીતે દુઃખી થાય છે અને પરસ્પર આલાપો કરે છે. આથી જ નંદીવર્ધન કનકમંજરીને પોતે સ્વાધીન કિંકર છે તેવું દીનવચન પણ કહે છે. I૪૮૮ શ્લોક : क्रीतः सद्भावमूल्येन, दासोऽहं तव वल्लभे ! । कठोरो नास्म्यहं वेधाः, कठोरस्तु विलम्बकृत् ।।४८९।। શ્લોકાર્ચ - હે વલ્લભા ! સદ્ભાવમૂલ્યથી ખરીદાયેલો તારો હું દાસ છું. હું કઠોર નથી. વેધા=ભાગ્ય વિલંબનને કરનાર કઠોર છે. II૪૮૯I શ્લોક : इदं मम वचः श्रुत्वा, सुधासिक्तेव साऽभवत् । इतश्च तेतलिं प्राप्ता, पर्यटन्ती कपिञ्जला ।।४९०।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy