SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ ચતુર્થ સ્તબક/શ્લોક-૪૩૧-૪૩૨-૪૩૩ શ્લોક : लावण्यामृतपूर्णायां, तस्यां मग्ने ममेक्षणे । अहो तत्यजतु व, स्मरतप्ते अपि श्रुतिम् ।।४३१।। શ્લોકાર્થ : લાવણ્યના અમૃતથી પૂર્ણ એવી તેણીમાં મારાં ચક્ષુ મગ્ન થયાં. અહો કામદેવથી તપ્ત તે બે દષ્ટિએ પણ શ્રુતિને ત્યજી નહીં=સ્મરણનો ત્યાગ કર્યો નહીં જ. નંદીવર્ધનનાં બે ચક્ષુ કનકમંજરીના રૂપમાં મગ્ન થયાં. તેથી કામથી તેની દૃષ્ટિઓ તપ્ત હતી વિહ્વળ હતી તોપણ તેણીના સ્મરણનો નંદીવર્ધને ત્યાગ કર્યો નહીં. એ આશ્ચર્ય છે. II૪૩૧૧ શ્લોક : सा मन्मनोरथारूढा, श्रान्तश्चित्रं तथाऽप्यहम् । गतोऽपि तन्मयीभावं, निःश्वासौघममूमुचम् ।।४३२।। શ્લોકાર્ચ - મારા મનોરથમાં તે આરૂઢ થઈ. તોપણ હું શ્રાંત થયો એ આશ્ચર્ય છે. તન્મયભાવને ગયેલો પણ કનકમંજરીના રૂપમાં તન્મયભાવને પામેલો પણ, નિઃશ્વાસસમૂહને મેં મૂક્યો. ll૪૩ી શ્લોક - तद्गोचरैर्विकल्पौधैर्दूरापहतचेतसः । कोटियामेव वितता, त्रियामा सा ममाभवत् ।।४३३।। શ્લોકાર્ચ - તેના વિષયક વિકલ્પના સમૂહથી દૂર કરાયેલા ચિત્તવાળા એવા મારી તે ત્રણ પહોર કોટિ ચામની જેમ ક્રોડો પહોરની જેમ પસાર થઈ. I૪૩3II
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy