SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ ચતુર્થ સબક શ્લોક-૩૪૭–૩૪૮-૩૪૯ અન્ય જીવોને ક્રૂરતાથી તતડાવે છે, મારે છે, તેના પ્રતાપને કોઈ સહન કરવા સમર્થ થતા નથી. અને રૌદ્રચિત્તના તાપને કારણે બધા જીવોનાં ચક્ષુયુગલ અંધકારથી ભરાયેલાં થાય છે, તેથી તત્ત્વને જોવાને અનુકૂળ માર્ગાનુસારી ઊહ પ્રગટ થતો નથી. I૩૪૭ના શ્લોક : पापकर्मकुशला परपीडाज्ञानशून्यहृदया पतिभक्ता । तस्य निष्करुणताऽभिधदेवी, पूतनाकृतिरपूततमाऽस्ति ।।३४८।। શ્લોકાર્ચ - પાપકર્મમાં કુશલ, પરપીડાના જ્ઞાનમાં શૂન્યહૃદયવાળી, પતિભક્ત, પૂતનાની આકૃતિવાળી-રાક્ષસી જેવી મૂર્તિવાળી, મહા અપવિત્ર એવી નિષ્કરુણતા નામની તેની દુરભિસંધિ રાજાની, દેવી છે. ll૩૪૮ll શ્લોક : सा नितान्तमलिनाऽपि हि पत्यु१द्धियो बहुमतेति न चित्रम् । पापकर्मममतासमतायाः, शूकरी किमु न शुकररुच्या ।।३४९।। શ્લોકાર્ચ - તે=નિષ્કરુણતા, અત્યંત મલિન પણ, દુર્બુદ્ધિવાળા પતિને બહુ મનાયેલી છે એ આશ્ચર્ય નથી, કેમ આશ્ચર્ય નથી ? એ સ્પષ્ટ કરતાં કહે છે – પાપકર્મમાં મમતારૂપ સમતાની ચૂકરી એવી નિષ્કરુણતા શું શૂકરને રુધ્ધ ન થાયEદુરભિસંધિરૂપ શૂકરને રુચિકર થાય. નિષ્કરૂણતાની પરિણતિ હંમેશાં પાપકર્મોમાં મમતાવાળી હોય છે અને તેમાં જ તે જીવોને સ્વસ્થતા જણાય છે, તેથી તેવા જીવોની પરિણતિ ભૂંડણ જેવી છે.
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy