SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ રૌદ્રચિત્તમાં વર્તતા જીવો લોકોને સંતાપ કરવાની પ્રકૃતિવાળા હોય છે, અગ્નિ જેવા હોય છે તેથી પોતાને સતત બાળે છે અને આવેશ આવે છે ત્યારે બીજાને પણ ક્રોધ ઉત્પન્ન કરાવીને બાળે છે. ll૩૪પા. શ્લોક - तत्र शत्रुरनवद्यमतीनां, चौरसंग्रहपरो हतनीतिः । चेतसाऽस्ति विषमः स्मयनिद्रा घूर्णितो दुरभिसन्धिनरेन्द्रः ।।३४६।। શ્લોકાર્ચ - ત્યાં-રૌદ્રચિત નગરમાં, અનવધ મતિવાળા જીવોનો શત્રુ=અત્યંત દયાળુચિત્તવાળા મુનિઓનો બુ, ચૌરના સંગ્રહમાં તત્પર, હણાયેલી નીતિવાળો, ચિતથી વિષમ, કામથી અને નિદ્રાથી શૂર્ણિત દુરભિસંધિ નામનો રાજા છે. રૌદ્રચિત્તમાં નિમિત્તોને પામીને દુરભિસંધિ પ્રગટે છે બીજાને સંત્રાસ આપવાની પરિણતિ પ્રગટે છે, તે રાજા છે. ll૩૪૬ાા શ્લોક : तत्प्रतापदहनस्य न तापं, केऽपि सोढुमिह सन्ति समर्थाः । नोन्मिषत्यखिलदेहभृतां य धूमपुञ्जभृतमीक्षणयुग्मम् ।।३४७।। શ્લોકાર્ચ - તેના દુરભિસંધિ રાજાના, પ્રતાપરૂપી અગ્નિના તાપને સહન કરવા માટે અહીં=સંસારમાં, કોઈ સમર્થ નથી, જેનાથી=જેના પ્રતાપથી, બધા જીવોના ધૂમના સમૂહથી ભરાયેલાં ચક્ષયુગલ ઊઘડી શકતાં નથી. જ્યારે જીવમાં દુરભિસંધિ પ્રગટે છે ત્યારે તે જીવ રૌદ્રપરિણામવાળો થઈને
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy