SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પપ ચતુર્થ સ્તબક/શ્લોક-૩૨૯-૩૩૦-૩૩૧ શ્લોક : प्रभाकरप्रभावत्योः, संकेतोऽयमभूत् पुरा । देयौ यदावयोरन्यतमपुत्रीसुतौ मिथः ।।३२९।। શ્લોકાર્ચ - પ્રભાકરનો અને પ્રભાવતીનો પૂર્વે આ સંકેત થયેલો જ્યારે આપણા બંનેમાંથી કોઈને પણ પુત્ર કે પુત્રી થાય તો પરસ્પર દેવાય. ll૩૨૯l શ્લોક :विभाकरस्य विमलानना दत्ता तदाशयात् । अन्यदा श्रुतवत्येषा, गुणान् कनकशेखरान् ।।३३०।। શ્લોકાર્ય : તેના આશયથી=પ્રભાકર અને પ્રભાવતીના સંકેતના આશયથી, વિભાકરને વિમલાનના અપાઈ છે. અન્યદા આણે વિમલાનનાએ, કનકશેખરના ગુણોને સાંભળ્યા. Il33oII શ્લોક : ततः सा तद्गुणाकृष्टा, गुणातीतं जगत्त्रयम् । ध्यायन्ती योगिनीवास्थात्, त्यक्तनिःशेषकौतुका ।।३३१।। શ્લોકાર્ચ - તેથી તે=વિમલાનના, તેના ગુણથી આકૃષ્ટ એવી ગુણોથી રહિત એવા જગતત્રયનું ધ્યાન કરતી યોગિનીની જેમ ત્યાગ કરાયેલા સમગ્ર કૌતુકવાળી થઈ. યોગીઓ જગતત્રયને નિર્ગુણ જાણે છે તેથી જગતત્રયમાં વર્તતા ભાવોમાં કૌતુક વગરના હોય છે અને પરમગુરુઓના ગુણોમાં આકૃષ્ટ હોય છે તેથી પરમગુરુનું ધ્યાન કરે છે, તેમ વિમલાનના સંસારના સર્વ કૌતુકોમાં રસ વગરની થઈને કનકશેખરનું ધ્યાન કરે છે. I૩૩૧
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy