SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ બહિર વિક્ષેપરતિનો ત્યાગ કરે છે=બાહ્ય પદાર્થોને આશ્રયીને ચિત્તમાં થતા વિક્ષેપની રતિનો ત્યાગ કરે છે. તત્ પ્રત્યયના જ્ઞાનવાળું અંતકરણ કરે છે–પરમગુરુના પ્રત્યયના જ્ઞાનવાળું ચિત કરે છે. ર૪પIL શ્લોક : बाढं यतन्ते शुचियोगसिद्धौ, ध्यानं च शुक्लं परिपूरयन्ति । पश्यन्ति देहादिविविक्तरूपं, स्थिरं लभन्ते परमं समाधिम् ।।२४६।। શ્લોકાર્ધ : પવિત્ર યોગની સિદ્ધિમાં અત્યંત યત્ન કરે છે, અને શુક્લધ્યાનને પરિપૂર્ણ કરે છે=શુક્લધ્યાનને અનુકૂળ બળસંચય કરે છે. દેહાદિથી વિવિક્ત રૂપને જુએ છે=દેહ પુદ્ગલાદિથી વિવિક્ત પોતાનું સ્વરૂપ જુએ છે, સ્થિર પરમ સમાધિને પ્રાપ્ત કરે છે. ર૪૬ શ્લોક - तैरुत्तमैः संयतपुण्डरीकैदृढीकृतं तत्तदुपायविद्भिः । यदप्रमादाभिधमन्तरङ्ग, यन्त्रं तदन्तर्द्विषतः पिनष्टि ।।२४७।। શ્લોકાર્ચ - તે તે ઉપાયોને જાણનારા ઉત્તમ એવા તે સંયત પુંડરીકો વડે જે અપ્રમાદ નામનું અંતરંગ યંત્ર દઢ કરાયું, તે અંતરંગ યંત્ર અંતરંગ શત્રુઓને પીલે છે. ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત મુનિ અસ્મલિત અસંગભાવની વૃદ્ધિ થાય એ રીતે સંયમ યોગની સર્વ ક્રિયાઓ કરે છે તે શ્લોક-૨૪રથી અત્યાર સુધી બતાવ્યું, એ
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy