________________
લોકો સમક્ષ પોતાના પતિનો દોષ ગ્રહણ કર્યો હતો છતાં એ એને પ્રાણથી પણ અધિક પ્રિય હતી. વળી ગુરુગિરા (રિ) પર આસ્થા બંધાયેલ હોવાથી, સમુદ્રપરિવેષ્ઠિત હોવાથી, અને સર્વસહ તથા સ્થિર" હોવાથી એ જાણે વસુમતી-પૃથ્વી જ હોય નહીં એવી જણાતી હતી ! યાચકોને પણ એ અ-માન દાન દેતી હતી એટલે એ માના કરતી નહીં માટે એમાં આશ્ચર્ય શું ? આમ એ દંપતી, દિનથી અને દિનકરની પેઠે સદા પ્રેમયુક્ત દામ્પત્યનું અનુપાલન કરતા દિવસ નિર્ગમન કરતા હતા.
પરંતુ આવો આવો વૈભવ છતાં એમને એક પણ ફરજંદ પુત્રનું સુખ જોવાનો વખત આવ્યો નહોતો. અથવા તો પ્રાયઃ મુંડને જ ઘણી સંતતિ હોય છે. આમ અપુત્ર અવતાર હોવાથી એમને મન જો કે ખેદ બહુ થતો. હતો; પણ આ સંસારમાં એવું જ છે કે સર્વેના સર્વ મનોરથો કદાપિ પૂર્ણ થતા નથી. એઓ કહેતા કે “આ આપણી ધનસંપત્તિ પુત્રવિના, વિધવા યુવતી સમાન નિષ્ફળ છે; જેમને પ્રભાતના પહોરમાં સૂર્યના બિંબની જેમ પુત્રના દર્શન થાય છે એઓ દરિદ્રાવસ્થા ભોગવતા હોય તો યે એમનો ધન્ય ધન્ય અવતાર છે. જ્યાં ધૂળમાં રમનારાં અને ધૂળયુક્ત અંગોપાંગવાળા બાળકો નથી એવું ગૃહ તે શું ગૃહ કહેવાય ?”
વળી જેને પ્રત્યેક રાત્રિ માસપ્રમાણ લાગતી એ સાર્થવાહી વસુમતી
૧. હસ્ત; અપરાધ. “દોષ ગૃહણ કરેલ' એટલે અપરાધી, છતાં પ્રિય-એ વિરોધ. પણ “દોષ'નો અર્થ “હસ્ત’ લેતાં એ વિરોધ શમે છે. (વિરોધાભાસ.) ૨-૩૪-૫, આ ચારે વિશેષણો સાર્થવાહની સ્ત્રી વસુમતી, અને વસુમતી-પૃથ્વી-એ બંનેને ઉદ્દેશીને છે. સ્ત્રીના સંબંધમાં ૨-ગુરુગિરા એટલે ગુરુની વાણી-એને વિષે આસ્થાવાળી; ૩-સ-મુદ્ર એટલે મુદ્રાયુક્ત પરિવેષ્ઠન-કટિમેખલાવાળી; ૪-સર્વનું સહન કરનારી; પ-દઢ વિચારની. પૃથ્વીના સંબંધમાં ૨. ગુરુ ગિરિ એટલે મહાન પર્વતો-એમના આસ્થાઆધાર-વાળી; ૩. સમુદ્રથી વીંટાયલી; ૪. સર્વ સહન કરનારી; ૫. અચળ. (“સર્વસહા' અને સ્થિરા' એ બંને પૃથ્વીવાચકં જ શબ્દો છે.) ૬. “માન' શબ્દ ના “માપ' અને ગર્વ' એ બે અર્થ પર અહીં કવિએ શ્લેષ રચ્યો છે. ૭. દિવસની શ્રી એટલે પ્રકાશ-સભા. ૮. દિવસનો કરનાર-સૂર્ય. ૧૫૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)