SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ નવમો હવે કાર્યભારની ચિંતાનો ભાર બધો અભયકુમાર પર હતો, પ્રજા વર્ગ બહુ સુખી હતો અને ધર્મ, અર્થ તથા કામ-એ ત્રણે પુરુષાર્થો સુંદર રીતે સધાતાં હતા તેથી રાજ્યકર્તા, “ભંભાસાર' શ્રેણિક, ગચ્છનો ભાર પ્રવર્તક' મુનિને સોંપી દેવળ શાસ્ત્રનું જ વ્યાખ્યાન કરતા અનુયોગી આચાર્યની જેમ, બહુ શાંતિથી કાળ નિર્ગમન કરતો હતો. મદ ઝરતા હસ્તિઓ, ઉત્તમ આકૃતિવાળા અશ્વો, નાના પ્રકારના સભાસ્થાનો, સુંદર ચિત્રશાળાઓ અને મનહર સંગીતકોથી" નિરંતર વ્યાપ્ત એવા આ રાજગૃહનગરમાં ધનદત્ત નામનો એક પ્રખ્યાત સાર્થવાહ વસતો હતો. યાચકોને હર્ષ સહિત ધનદાન દઈ એ શેઠ, એની ફઈબાએ પાડેલું ધનદત્ત નામ સાર્થક કરતો હતો. જેમ એનું દ્રવ્ય અગણિત હતું એમાં એનું ચારિત્ર પણ પ્રશંસાપાત્ર હતું તે શુદ્ધ સુવર્ણની મુદ્રિકામાં જડેલા ઉત્તમ રત્નની જેમ પ્રકાશી રહ્યું હતું. અનેક ગુણગણાલંકૃત એવા એ સાર્થવાહની કોમળ વાણીમાં પાકી શેરડીના જેવી મધુરતા ભરેલી હતી. વળી એના ચંદ્રમા સમાન નિર્મળ ગુણોને વિષે “ઔચિત્ય' ગુણ અગ્રણી હતો; જેમ એક ચક્રવર્તી રાજાના સર્વ શસ્ત્રોને વિષે “ચક્ર' અગ્રેસર છે. તેમ. એના સર્વ ગુણો વિકાર રહિત હતા, છતાં એના “નય' સંજ્ઞાવાળાગુણને તો વિકાર પાછળ લાગેલો જ હતો. - આ સાર્થવાહને વસુમતી નામે સ્ત્રી હતી. એ પૂર્ણ વ્યવહારજ્ઞ છતાં અવર જનના ગુપ્ત રહસ્ય પ્રકટ કરવામાં અજ્ઞ હતી. વિવાહમાં એણે ૧. આને માટે જુઓ આ ચરિત્રનો પ્રથમ ભાગ પૃષ્ઠ ૧૪મું. ૨. આજ્ઞાનુવર્તી સંઘ-વિભાગ. ૩. સાધુઓમાં આચાર્યથી ઉતરતી, પ્રવર્તક-ગણિ-ઉપાધ્યાય આદિ સાર્થક નામવાળી પદવીઓ અપાય છે. ૪. જેમણે યોગ વહન કર્યા છે એવા. (યોગનિષ્ટ ?) યોગ=ચિત્તવૃત્તિનિરોધ. ૫. ગાયન, વાદ અને નૃત્યયુક્ત જલસો. Concert. ૬. સર્વ ગુણ વિકારરહિત હતા-એમનામાં કંઈ પરિવર્તન થતું નહીં. પણ એ વિ' કાર “નય” ગુણની તો પાછળ લાગેલો જ હતો. એટલે “વિ-નય” ગુણ એનામાં હતો. (વિરોધાભાસ અલંકાર.) અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧પ૧
SR No.022729
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy