SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ "પ્રથમ ધર્મોપદેશક, ‘કેવળજ્ઞાનરૂપી પ્રકાશવાળા સૂર્ય, અને સુર તેમજ અસુરો જેમને નમન કરે છે એવા શ્રી ઋષભદેવ ભગવાનને હું વંદન કરું છું.૧ ઇન્દ્રો પણ જેમના ચરણને અહર્નિશ નમે છે એવા અજિતનાથ આદિ બીજા જિનવરો પણ જયશાળી વર્તે છે.૨ જેમની દેદિપ્યમાન હેમવર્ણી કાન્તિ અશોકવૃક્ષને વિષે રહી છતી ગરૂડની કાન્તિને ધારણ કરતી હતી એવા શ્રી વીરપ્રભુ મારા કલ્યાણને અર્થે હો.૩ જેમણે પોતાની પાસે નહોતી એવી પણ કોઈ અવર્ય વસ્તુ પોતાના શિષ્યોને આપી હતી એવા લબ્ધિવાળા “શ્રી ગૌતમ ગણધરને નમસ્કાર થાઓ.૪ જેમને વિષે શ્રી સુધર્માગણધર પ્રથમ થઈ ગયા છે અને દુ:પ્રસભ એ નામના છેલ્લા થશે એવા યુગપ્રધાનો મારા હૃદયને વિષે વાસ કરો.૫ ૧. સાધુધર્મ અને શ્રાવકધર્મ એ ઉભય પ્રકારનો ધર્મ લોકોને પહેલો આદિ પ્રભુ શ્રી ઋષભદેવે જ બતાવ્યો હતો. ૨. આપણા જૈનશાસ્ત્રમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન (કૈવલ્ય) એમ ઉત્તરોત્તર પાંચ પ્રકારનાં જ્ઞાન કહ્યાં છે. તેમાં કેવળજ્ઞાન=સર્વજ્ઞતા એ સર્વથી ઊંચું છે. ૩. બહુવચનઃ કારણ કે એમની સંખ્યા ૬૪ છે. ૪. અશોક વૃક્ષ જિનેશ્વર ભગવંતના આઠ પ્રાતિહાર્યો (સાથેને સાથે રહેનારા attendants)માંનું એક છે. ગોવૃક્ષ: સુરપુષ્પવૃષ્ટિ: રીવ્યધ્વનિ શામરાસ ૨ / મામંડ« ગુજરાતપત્ર યુઃ પ્રાતિહાર્યાnિ જિનેશ્વરી મામ્ . ૫. સમવસરણને વિષે શ્રી વીરપ્રભુ દેશના (ઉપદેશ-પ્રતિબોધ) આપતા હોય ત્યારે ઉપર રહેલા અશોકવૃક્ષને વિષે એમના શરીરની સુવર્ણવર્ણ કાન્તિ-તેજ-પ્રકાશ પડે; માટે વૃક્ષવાસી અને પીત વર્ણના ગરૂડની કાન્તિ સાથે એ (શ્રી મહાવીરની કાન્તિ) ને સરખાવી છે. ૬. એમની પાસે નહોતી એવી અવર્ય વસ્તુ તે કેવળજ્ઞાન. એમના નવ દીક્ષિત શિષ્યોને એમનાથી પહેલું કેવળજ્ઞાન પ્રાપ્ત થતું હતું; એમને પછી પ્રાપ્ત થયું હતું. ૭. અગમ્ય શક્તિ ચમત્કાર. high attainments. ગૌતમ ગણધરની લબ્ધિ માટે કહ્યું છે કે : અમને પારણે તાપસ કારણે ક્ષીર લબ્ધ (લબ્ધિએ) કરી અખુટ કીધી. ૮. ગણ=સમુહ શિષ્યોનો સમૂહ. ગણધર એટલે એ શિષ્યોને વિષે મુખ્ય, મહાવીરના મુખ્ય શિષ્ય. ૯. પોતપોતાના યુગ એટલે કાળને વિષે પ્રધાન એટલે શ્રેષ્ઠ શ્રેષ્ઠ આચાર્યો. એવા યુગપ્રધાનોની કુલ સંખ્યા ૨૦૦૪ની કહી છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy