SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ જાણે છે. આ રીતે ભાવન કરવાથી મધ્યસ્થ પરિણતિ વૃદ્ધિ થવાથી જ્યાં સુધી તે ભગવાનના સ્વરૂપને વિચારે છે ત્યાં સુધી ઘણાં પાપકર્મો નાશ થવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવોના વૃત્તાંતની સ્મૃતિનું કારણ તે જાતિસ્મરણ થયું. તેથી ક્ષણભર મૂચ્છિત થયો. વાયુપ્રદાનથી કંઈક સ્પષ્ટ ચેતનાવાળો થયો. રત્નચૂડ આદરપૂર્વક પૂછે છે આ શું થયું ? તેથી રત્નચૂડ પ્રત્યે પ્રાદુર્ભત થયેલી ભક્તિવાળો વિમલકુમાર રત્નચૂડના ચરણમાં પડે છે અને પ્રણામ કરીને કહે છે. તમે જ મારાં શરીર છો, જીવિત છો, બંધુ છો, નાથ છો, માતા છો, પિતા છો, ગુરુ છો, દેવતા છો, પરમાત્મા છો એમાં સંશય નથી, કેમ કે બિંબનું દર્શન કરાવીને તમે મારા ઉપર ઘણો ઉપકાર કર્યો છે. આના દ્વારા મને મોક્ષમાર્ગ દેખાડ્યો છે. આ સર્વ તેનાં વચનો સદુધર્મની પ્રાપ્તિના પરમાર્થને જોનારી નિર્મલદૃષ્ટિથી જ ઉલ્લસિત થાય છે; કેમ કે સધર્મની પ્રાપ્તિ અતિદુર્લભ છે અને તેની પ્રાપ્તિ રત્નચૂડથી થઈ છે. તેથી વિમલકુમારને જણાય છે કે પારમાર્થિક મારું શરીર મારો ધર્મ છે અને તે ધર્મને દેનાર આ રત્નચૂડ છે માટે તે જ મારું શરીર છે. વળી જીવને પારમાર્થિક રીતે જીવાડનાર ધર્મ છે; કેમ કે ઉત્તમ પુરુષોને જીવનનો શ્વાસ ધર્મ છે, બાહ્ય આયુષ્ય નહીં અને રત્નચૂડે ધર્મ આપીને તેને પારમાર્થિક જીવન આપ્યું છે માટે તે મારા માટે જીવિત છે. વળી, જીવ માટે પારમાર્થિક બંધુ ધર્મ જ છે અન્ય કોઈ નહીં; કેમ કે સર્વગતિઓમાં વર્તતો ધર્મ બંધુભાવની જેમ તેનું હિત કરે છે અને તેને આપનાર રત્નચૂડ છે માટે તે પણ બંધ છે. વળી, યોગક્ષેમ કરે તે નાથ કહેવાય અને ધર્મની પ્રાપ્તિ જીવમાં વર્તતા ધર્મનું રક્ષણ કરે છે અને નવા ગુણોનો યોગ કરે છે અને તે ધર્મની પ્રાપ્તિ કરાવનાર રત્નચૂડ છે તેથી રત્નચૂડ મારા નાથ છે. વળી, માતા પુત્રનું સમ્યફ પાલન કરે છે તેમ જીવનું પાલન ધર્મ કરે છે અને તે ધર્મદાતા રત્નચૂડ છે માટે તે પણ માતા છે. પિતા પુત્રનું સમ્યક પાલન કરે છે તેમ ધર્મ પણ જીવનું સમ્યક્ પાલન કરીને સુગતિમાં સ્થાપન કરે છે અને તેને દેનાર રત્નચૂડ હોવાથી તે પિતા છે. સદ્ગુરુ માર્ગને બતાવે છે તેમ સુધર્મ મોક્ષમાર્ગ દેખાડે છે તેથી સુધર્મ ગુરુરૂપ છે અને તેને દેનાર રત્નચૂડ ગુરુ છે. વળી, સુધર્મ દેવતારૂપ છે, પરમાત્મા રૂપ છે તેમ સુધર્મને દેનાર રત્નચૂડ પણ દેવતા છે, પરમાત્મા છે આ પ્રકારે કહીને નિર્મલદૃષ્ટિથી ધર્મદાતાને ધર્મદાતા રૂપે જાણીને ફરી ફરી રત્નચૂડના ચરણમાં પડે છે. અને કહે છે કે હે આર્ય ! મને જાતિસ્મરણ થયું છે જેનાથી આજ દિનથી અતીત ઘણા ભવોમાં મેં જે આ ભગવાનને જોયા છે તે સર્વનું મને સમ્યકુ સ્મરણ થયું છે. સમ્યગ્દર્શનથી મારું માનસ રંજિત થયું છે. અનુષ્ઠાન મને સાત્મીભૂત થયું છે. ભાવનાઓથી મારું ચિત્ત ભાવિત થયું છે. સાધુ પરિઉપાસનાથી મારું અંતઃકરણ વાસિત થયું છે. મૈત્રી આદિ ભાવનાઓને મેં સ્થિર કરેલી છે. સાંસારિક સુખ-દુઃખમાં ઔદાસીન્ય નિશ્ચલ થયું છે અર્થાત્ સમભાવનો પરિણામ મારામાં ઉલ્લસિત થયો છે, વળી પ્રશમભાવ પરિણમન પામ્યો છે. સંવેગ પરિચિત થયો છે. ભવનિર્વેદ ઘણા ભવોથી સેવાયો છે આત્માના પ્રત્યે પારમાર્થિક કરુણા ઉલ્લસિત થઈ છે. આસ્તિક્ય દઢ થયું છે. અને ગુરુભક્તિ પ્રગટ થઈ છે. તપ, સંયમ મારી પ્રકૃતિ રૂપે બન્યા છે. તેથી જ્યારે મેં ભગવાનનું બિંબ જોયું ત્યારે હું અમૃતરસથી સિંચાયો, રતિથી પુરાયો. અર્થાત્ ભગવાનના બિંબને જોઈને અત્યંત રતિ ઉલ્લસિત થઈ. પ્રમોદથી ચિત્ત ભરાયું. તેથી મારા હૃદયમાં સ્કુરિત થયું. પ્રશાંત મૂર્તિવાળા, લોચનના આનંદને દેનારા આ પરમેશ્વર પૂર્વમાં મેં ક્યારેક
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy