SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોક : इदं वज्राशनेस्तुल्यमिदमत्यन्तनिष्ठुरम् । यन्मे भवादृशामग्रे, गच्छाम इति जल्पनम् ।।२४८।। શ્લોકાર્ય : વજના અગ્નિ તુલ્ય આ અત્યંત નિષ્ફર છે જે મને તમારી આગળ અમે જઈએ છીએ એ પ્રમાણે જલ્પન છે. ર૪૮ll શ્લોક : तथापिताताम्बाचित्तसन्तापरूपं संचिन्त्य कारणम् । महद्गन्तव्यमेवेति, मयेदमभिधीयते ।।२४९।। શ્લોકાર્ચ - તોપણ પિતા, માતાના ચિત્તના સંતાપરૂપ કારણને વિચારીને મહાન ગંતવ્ય છે=જવું ઉચિત છે એથી મારા વડે આ કહેવાય છે. ર૪૯ll ભાવાર્થ રત્નચૂડે વિમલકુમારનું નિઃસ્પૃહચિત્ત જોઈને નિર્ણય કર્યો કે ઘણા ભવો સુધી શુદ્ધધર્મને સેવનારા જીવો જ આવું નિર્મલચિત્ત પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે વિચારીને રત્નચૂડ વિમલકુમારના મિત્ર વામદેવને અન્યત્ર લઈ જઈને પૃચ્છા કરે છે. અને તે રાજકુમાર છે ઇત્યાદિ જાણીને કહ્યું કે હું તેની સાથે આ ઉદ્યાનમાં આવેલો. અને તમારા પગલાના કંઈક દર્શન થયાં. જેથી વિમલકુમારે આ કોઈક ચક્રવર્તી પુરુષ છે તેમ સામાન્યથી લક્ષણોના બળથી કહેલ. આ રીતે વિમલકુમારના આગમનનું પ્રયોજન જાણીને આવું ઉત્તમચિત્ત મુનિઓને પણ સ્પૃહણીય છે તેવું છે છતાં તેણે કોઈ દર્શન સ્વીકાર્યું નથી. માટે આને ભગવાનના બિંબનું દર્શન ઉચિત છે તેમ વિચારીને રત્નચૂડ વિમલકુમારને કહે છે આ ક્રિીડાનંદન ઉદ્યાનમાં મારા નાના=માતાના પિતા મણિપ્રભ આવેલા. તેમને આ ઉદ્યાન રમ્ય લાગ્યું. તેથી અહીં સુંદર યુગાદિનાથનું જિનાલય નિર્માણ કર્યું છે. તેથી વિમલકુમારને તેનાં દર્શન કરવા યોગ્ય છે તે સાંભળીને વિમલકુમાર તે ભવનમાં જાય છે. અને જિનપ્રતિમાને જોઈને વિમલકુમાર અત્યંત હર્ષિત થાય છે જાણે સાક્ષાત્ વીતરાગની જ પ્રતિમાને પોતે જોઈ રહ્યા છે તે પ્રકારે તેને ભાવો થાય છે અને પૂર્વભવમાં ઘણો ધર્મ સેવેલો છે તેથી વિમલકુમારનું જીવવીર્ય ઉલ્લસિત થયું. ઘણાં કર્મોનો નાશ થયો. બુદ્ધિ વૃદ્ધિ પામી. દઢતર વીતરાગના ગુણો પ્રત્યે અનુરાગ થયો. તેથી જિનપ્રતિમાની વીતરાગતા રૂપે રહેલી આકૃતિ જોઈને વિચારે છે. અહો ભગવાનનું રૂપ, અહો ચિત્તની સૌમ્યતા, અહો ભગવાનનું નિર્વિકારી માનસ, અહો સાતિશયપણું, અહો અચિંત્ય માહાભ્ય. આ પ્રકારે ભગવાનના ગુણોનું સ્મરણ કરીને વીતરાગને વીતરાગ રૂપે બિંબ દ્વારા
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy