SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ विहारेण विहरतीति । ततोऽहमाकर्ण्य तच्चरितं, दृष्ट्वा तदतिशयं, निरीक्ष्य रूपं, श्रुत्वा धर्मदेशनाकौशलं, संचिन्त्य च हृदये यथाऽहो रत्नाकरकल्पमिदं भगवतां दर्शनं यत्रैवंविधानि पुरुषरत्नान्युपलभ्यन्ते, ततः संजातो भगवदर्हत्प्रणीते मार्गे मेरुशिखरवनिष्प्रकम्पः स्थिरीभूतश्च धर्मे तेनैव बुधसूरिदर्शनेन मदीयः सर्वोऽपि परिकरः, ततोऽभिवन्द्य भगवन्तं गतोऽहं स्वस्थानं, भगवानपि क्वचिदन्यत्र विहरतीति । तेनाहं ब्रवीमि यद्यसौ बुधसूरिरागच्छेत्ततस्ते बन्धुवर्ग बोधयति, परोपकारकरणैकव्यसनी हि स भगवान्, यतस्तदापि मम मत्परिकरस्य च सद्धर्मे स्थैर्यार्थं विहितं तेन तत्तादृशं वैक्रियरूपमिति । विमलेनोक्तं-आर्य! सोऽपि कथञ्चिदिहागमनाय भवतैवाभ्यर्थनीयः, रत्नचूडेनोक्तं-यदादिशति कुमारः केवलमस्मद्वियोगेन साम्प्रतं विधुरस्तातो विसंस्थुलाऽम्बा वर्त्तते तद्गच्छामि तावदहं तयोः संधीरणार्थं स्वस्थाने, ततः करिष्यामि युष्मदादेशं, नात्र कुमारेण विकल्पो विधेय इति । ત્યારપછી=ભગવાનની ભક્તિ કરીને બહાર આવ્યા પછી તે મહાત્માની લબ્ધિને જોયા પછી, હષિત થયેલા ચિત્તવાળા મારા વડે ભગવાન અને અન્ય મુનિઓ વંદન કરાયા. હું સર્વ વડે સ્વર્ગ અને અપવર્ગ માર્ગના સંસર્ગતા, સર્જનના હેતુ એવા ધર્મલાભ વડે અભિનંદન કરાયો=સર્વ સાધુઓ વડે સ્વર્ગના અને મોક્ષના સંસર્ગ-સર્જનનો હેતુ, એવા ધર્મલાભ વડે અભિનંદિત કરાયો. ભૂતલમાં બેઠો. ભવ્યજીવોના ચિતને આક્ષેપ કરનારી, વિષયાભિલાષને વિક્ષેપ કરનારી, શિવસુખમાં અભિલાષને ઉત્પન્ન કરનારી, ભવપ્રપંચમાં નિર્વેદને કરનારી, વિમાર્ગને બાધ કરનારી અમૃત જેવી ભગવાનની ધર્મદેશના સંભળાઈ. હું તેમના=મહાત્માના, ગુણપ્રાશ્મારથી રંજિત થયો અને નિકટમાં બેઠેલા એક મુનિ ધીમેથી મારા વડે પુછાયા. શું પુછાયા ? તે “યતથી કહે છે – કોણ આ ભગવાન છે, કયા નામવાળા છે અને ક્યાંના છે? તેમના વડે કહેવાયું. અમારા ગુરુ આ સૂરિ બુધ નામવાળા છે. તે ધરાતલપુરના વાસ્તવ્ય, તેના અધિપતિના જ શુભવિપાક નામના રાજાના પુત્ર, તિજસાધુતાના નંદન, તૃણની જેમ રાજ્યને છોડીને નિષ્ક્રાંત થયેલા હમણાં અનિયત વિહારથી વિહરે છે. તેથી તેમનું ચરિત્ર સાંભળીને, તેમના અતિશયને જોઈને, રૂપને જોઈને, ધર્મદેશવાના કૌશલ્યને સાંભળીને, હદયમાં વિચારીને જે પ્રમાણે અહો રત્નાકરકલ્પ એવું આ ભગવાનનું દર્શન છે, જ્યાં આવા પ્રકારના પુરુષરસ્તો પ્રાપ્ત થાય છે. તેથી હું=રત્વચૂડ, ભગવદ્ અહપ્રણીત માર્ગમાં મેરુશિખરની જેમ તિબ્બકંપ થયો. અને તે જ બુધસૂરિના દર્શનથી મારો સર્વ પણ પરિવાર સ્થિર થયો. તેથી ભગવાનને અભિનંદન કરીને હું=રત્વચૂડ, સ્વસ્થાનમાં ગયો. ભગવાન પણ કોઈ ઠેકાણે અન્યત્ર વિહાર કરે છે. તેથી હુંરતચૂડ, કહું છું=વિમલકુમારને કહું છું. જો આ બુધસૂરિ આવે તો તારા=વિમલકુમારના, બંધુવર્ગને બોધ કરાવે. દિ=જે કારણથી, પરોપકાર કરવામાં એક વ્યસની તે ભગવાન છે. જે કારણથી ત્યારે પણ મને=રત્વચૂડને, અને મારા પરિકરને સધર્મમાં સ્વૈર્ય માટે તેમના વડે=બુધસૂરિ વડે, તે તેવા પ્રકારનું વૈક્રિયરૂપ કરાયું. વિમલ વડે કહેવાયું. હે આર્ય ! તે પણ=બુધસૂરિ પણ, કોઈક રીતે અહીં આગમન માટે તમારા વડે જ અભ્યર્થતીય છે. રત્નચંડ વડે કહેવાયું. કુમાર જે આદેશ કરે છે અર્થાત્
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy