SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ય : વળી હમણાં આ રીતે ધન્ય એવો તું સન્માર્ગના લાભમાં=પ્રતિમાના દર્શનથી પૂર્વમાં કહ્યું એ રીતે સન્માર્ગના લાભમાં, હેનરોત્તમ! સુંદર સુંદર સ્પષ્ટ રોમાંચથી સુંદર તોષવાળો છે. ll૨૨૮ केवलमत्र जने नैवमतिगुरुत्वमारोपणीयं कुमारेण, किमत्र मया विहितं कुमारस्य ? निमित्तमात्रं अत्र संपन्नोऽहं, स्वयमेव योग्योऽसि त्वमेवंविधकल्याणपरम्परायाः, मयाऽपि हि तावकीनां पात्रतामुपलक्ष्यायं विहितो यत्नः, तथाहि કેવલ આ જનમાં=રત્વચૂડ એવા મારામાં, આ પ્રમાણે કુમાર વડે અતિગુરુપણું તમે જ માતા છો, પિતા છો ઈત્યાદિ રૂપ ગુરુપણું, આરોપણ કરવું જોઈએ નહીં. અહીં=સન્માર્ગની પ્રાપ્તિમાં, કુમારનું મારા વડે શું કરાયું ? અહીં કુમારની સન્માર્ગની પ્રાપ્તિમાં, હું નિમિત્ત માત્ર પ્રાપ્ત થયો. આ પ્રકારની કલ્યાણની પરંપરાને તું સ્વયં જ યોગ્ય છો. હિં=જે કારણથી, મારા વડે પણ=રત્વચૂડ વડે પણ, તારી પાત્રતાને જાણીને આ યત્ન કરાયો જિનપ્રતિમાના દર્શન અર્થે યત્ન કરાયો. તે આ પ્રમાણે – શ્લોક : स्वयंविज्ञातसद्भावा, लोकान्तिकसुरैस्तदा । यदि नाम प्रबोध्यन्ते, तीर्थनाथाः कथञ्चन ।।२२९ ।। तथापि ते सुरास्तेषां, न भवन्ति महात्मनाम् । गुरवस्तादृशे पक्षे, द्रष्टव्योऽयं त्वया जनः ।।२३०।। युग्मम् । બ્લોકાર્ય : સ્વયં વિજ્ઞાત સભાવવાળા તીર્થકરો કોઈક રીતે ત્યારેદીક્ષા અવસરમાં, લોકાંતિકદેવો વડે જે પ્રબોધ કરાય છે તોપણ તે દેવો તે મહાત્માના તીર્થકરોના, ગુરુ થતા નથી. તેવા પ્રકારના પક્ષમાં તારા વડે આ જન જોવો જોઈએ. ll૨૨૯-૨૩૦|| उपकारकीर्तनं विमलेनोक्तं-महात्मन्मा मैवं वोचः न सदृशमिदमस्योदितं भवता, नहि भगवति बोधयितव्ये लोकान्तिकसुराणां निमित्तभावः, भवता तु दर्शयता भगवद्बिम्बं संपादितमेव ममेदं सकलं कल्याणं, વિમલ દ્વારા રત્નચૂડે કરેલા ભાવઉપકારનું કીર્તન વિમલ વડે કહેવાયું. હે મહાત્મન્ ! આ પ્રમાણે ન કહો, ન કહોકલોકાંતિકદેવો જેવો રત્નચૂડના પ્રબોધનનો પ્રકાર છે એ પ્રમાણે ન કહો ન કહો. આવા સદશ=લોકાંતિકદેવોના ભગવાનના પ્રબોધન સદશ, આ તમારા વડે કહેવાયું નથી. દિ=જે કારણથી, બોધ કરવા યોગ્ય ભગવાનમાં લોકાંતિકદેવોનો
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy