SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પર ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોક : शून्ये दधिघटीं दृष्ट्वा, काकः स्थगनवर्जिताम् । लब्धास्वादोऽपि तां मुक्त्वा, कथमन्यत्र गच्छति ।।१८३।। શ્લોકાર્ય : મનુષ્ય વગરના શૂન્ય સ્થાનમાં ઢાંકણ રહિત દહીંની ઘટીને (નાની ઘડીને) જોઈને લબ્ધ આસ્વાદવાળો પણ કાગડો તેને દહીંના ઘડાને, છોડીને, કઈ રીતે અન્યત્ર જાય ? I૧૮૩ ततो निश्चितं-न जीवति मे प्रियतमा, यावच्चैवमहं चिन्तयामि तावदापतितश्चपलः, लग्नं युद्धं, ततः सोऽपि मया तथैवास्फोटितो भूतले जाता तस्यापि सैव वार्ता, ततो हा हन्त किं मृता सा? किं नष्टा सा, किं विनष्टा सा, किं क्वचिद् गोपायिता सा, किमन्यस्य कस्यचित्करीभूतेति प्रियतमागोचरानेककुविकल्पलोलकल्लोलजालमालाकुलचेतोनदीस्रोतःप्लवे प्लवमानः प्राप्तोऽहमिममुद्देशं, दृष्टा प्रियतमा ततः समुच्छवसितं हृदयेन, पुलकितमगेन, स्थिरीभृतं चेतनया, कृतमास्पदं शरीरे सुखासिकया, विगतं चित्तोद्वेगेनेति, कथितं चानया मे सवृत्तान्तं भवदीयमाहात्म्यं, तदेष मया निवेदितः समासेन प्रस्तुतवृत्तान्तः । તેથી નિશ્ચિત કરાયું=ચપલ એકલો આવે છે તેથી નિશ્ચિત કરાયું, શું નિશ્ચિત કરાયું ? તે કહે છે – મારી પ્રિયતમા જીવતી નથી. જ્યાં સુધી આ રીતે હું વિચારું છું ત્યાં સુધી ચપલ સન્મુખ આવી પડ્યો. યુદ્ધ શરૂ થયું. ત્યારપછી તે પણ ચપલ પણ, મારા વડે તે પ્રમાણે જ=મારા વડે જે પ્રમાણે અચલને આસ્ફોટન કરાયેલું તે પ્રમાણે જ, ભૂતલમાં આસ્ફોટિત કરાયો. તેની પણ=ચપલની પણ તે જ વાત થઈ. ત્યારપછી હા ખરેખર શું તે-ચૂતમંજરી, મરી ગઈ ? શું નાસી ગઈ ? શું કંઈક વિનાશ કરાઈ? શું તે કોઈક ઠેકાણે ગોપવન કરાઈ? શું તે અન્ય કોઈકના હાથમાં ગઈ? એ પ્રકારે પ્રિયતમાના ગોચર અનેક કુવિકલ્પના ચપળકલ્લોલના જાળાની માલાથી આકુળ ચિત્તની નદીના સ્ત્રોતવાળા પ્લવમાં પ્લવમાન ડૂબકીઓ મારતો, હું આ સ્થાનમાં પ્રાપ્ત થયો. પ્રિયતમા જોવાઈ. તેથી હદયથી ઉવસિત થવાયું=સ્વસ્થ થવાયું. અંગથી પુલકિત થવાયું. ચેતતાથી સ્થિરીભૂત થવાયું. શરીરમાં સુખાસિકાનું સ્થાન કરાયું=સુખાસિકાનું સંવેદન કરાયું. ચિત્તના ઉદ્વેગથી દૂર થવાયું. અને આણી વડેઃચૂતમંજરી વડે, મને વૃતાંત સહિત તમારું માહાભ્ય કહેવાયું. તે આ પ્રસ્તુત વૃતાંત મારા વડે સમાસથી નિવેદિત કરાયું. શ્લોક : एवं च स्थितेतदेनां रक्षता तात!, रक्षितं मम जीवितम् । कृता कुलोन्नतिधीर! दत्तं मे निर्मलं यशः ।।१८४ ।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy