SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ सर्वाण्यपि वयं बालकाले, प्राप्तानि कुमारभावं, गृहीताः कुलक्रमायाता विद्याः । इतश्च रत्नशेखरस्य बालवयस्योऽस्ति चन्दनो नाम सिद्धपुत्रकः, રનયૂડના વૃત્તાંતનો આરંભ વિમલકુમાર વડે કહેવાયું. હે મહાસત્વ ! આમાં પ્રસ્તુત પ્રસંગમાં, સંભ્રમ વડે સર્યું. અહીં=આવા પ્રસંગમાં, રક્ષણ કરવા માટે અમે કોણ છીએ ? આ તારી પ્રિયા, તારા વડે સ્વમાહાભ્યથી જ રક્ષા કરાઈ છે. કેવલ મને મહાન કૌતુક છે. તે ભદ્ર ! મને કહો. શું આ વૃત્તાંત છે ? અથવા ગયેલા એવા તને શું પ્રાપ્ત થયું. તેના વડે કહેવાયું. જો આ પ્રમાણે છે તને મારો પ્રસંગ જાણવામાં કુતૂહલ છે, તો કુમાર બેસો. મોટી આ કથા છે. ત્યારપછી સર્વ પણ=ચારે જણા પણ, લતાગૃહમાં બેઠા. તે=વિદ્યાધર, કહે છે. કુમાર સાંભળ. શરદઋતુના ચંદ્રના કિરણના સમૂહ જેવો ધવલ ચાંદીમય વૈતાઢ્ય નામનો પર્વત છે અને ત્યાં ઉત્તર-દક્ષિણ બે શ્રેણી છે. અને તે બેમાં યથાક્રમ સાઈઠ અને પચાસ વિદ્યાધર નગરો વસે છે. ત્યાં દક્ષિણ શ્રેણીમાં ગગનશેખર નામનું નગર છે. ત્યાં મણિપ્રભ નામનો રાજા છે. તેની કનકશિખા દેવી છે. તેણીનો રતશેખર પુત્ર છેકનકશિખાનો પુત્ર છે. રત્નશિખા અને મણિશિખા નામની બે પુત્રીઓ છે. તેમાં તે બે પુત્રીમાં, રત્નશિખા મેઘનાદને અપાઈ, વળી મણિશિખા અમિતપ્રભને અપાઈ. ત્યારપછી તે બેનો=રત્નશિખા અને મેઘનાદનો, હું પુત્ર થયો. મારું નામ રત્નચંડ પ્રતિષ્ઠિત કરાયું. મણિશિખા અને અમિતપ્રભના અચલ અને ચપલ બે પુત્ર થયા. રત્નશેખરની રતિકાંતા પત્ની છે. તેણીતી આ એક ચૂતમંજરી પુત્રી થઈ. બાલ્યકાલમાં અમે સર્વ પણ સાથે રમ્યાં છીએ. કુમારભાવને પામ્યાં. કુલક્રમે આવેલી વિદ્યાઓ ગ્રહણ કરાઈ. આ બાજુ રત્નશેખરનો બાલમિત્ર ચંદન નામનો સિદ્ધપુત્રક છે, શ્લોક : स चसर्वज्ञागमसद्भावभावितो निपुणस्तथा । निमित्ते ज्योतिषे मन्त्रे, सतन्त्रे नरलक्षणे ।।१७५ ।। શ્લોકાર્ધ : અને તે સર્વજ્ઞ આગમના સદ્ભાવથી ભાવિત તે પ્રકારે નિમિત્તમાં, જ્યોતિષમાં, મંત્રમાં, સતંત્રમાં, નરલક્ષણમાં નિપુણ છે. I૧૭૫ll શ્લોક : ततस्तदीयसम्पर्कात्संजातो रत्नशेखरः । गाढं रक्तो दृढं भक्तो, धर्मे सर्वज्ञभाषिते ।।१७६।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy