SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને આમના વડે=બુધસૂરિ વડે, મન પ્રકાશિત કરાયું અમારું મન તત્વથી પ્રકાશિત કરાયું. મિથ્યાત્વના વિષથી મૂચ્છિત, એવા અમે જાણે અમૃત વડે જીવિત કરાયા. II૬૩૧II શ્લોક : तल्लग्नमिदमस्माकं, चित्ते गाढं मुनेर्वचः । संपाद्यतां तदादिष्टं, मा विलम्बो विधीयताम् ।।६३२।। શ્લોકાર્ચ - તે કારણથી અમૃત વડે અમે જીવિત થયા તે કારણથી, મુનિનું આ વચન અમારા ચિત્તમાં ગાઢ સ્પર્યું છે. તેમનાથી આદિષ્ટકમુનિથી આદેશ કરાયેલું (સંયમના ગ્રહણને) સંપાદન કરો. વિલંબ કરો નહીં II૬૩રા धवलराजादिप्रतिबोधः दीक्षाग्रहणं च બ્લોક : एतच्चाकर्ण्य राजेन्द्रः, परं हर्षमुपागतः । ततो राज्याभिषेकार्थं, विमलं प्रत्यवोचत ।।६३३।। ધવલરાજા વગેરેનો પ્રતિબોધ અને દીક્ષા ગ્રહણ શ્લોકાર્ચ - આ સાંભળીને રાજેન્દ્ર એવા ધવલરાજા પરમ હર્ષને પામ્યા. ત્યારપછી રાજ્યના અભિષેક માટે વિમલ પ્રત્યે બોલ્યા. II૬૩૩ll. શ્લોક : गृह्णामि पुत्र! प्रव्रज्यां, राज्यं त्वमनुशीलय । पुण्यमें भगवानेष, संपन्नो गुरुरुत्तमः ।।६३४।। શ્લોકાર્ચ - હે પુત્ર! હું પ્રવજ્યા ગ્રહણ કરું છું. તું રાજ્યનું અનુશીલન કર. પુણ્યથી મને આ ઉત્તમ ગુરુ ભગવાન પ્રાપ્ત થયા છે. II૬૩૪ll
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy