SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોક : ततश्चदष्टोष्ठा रक्तसर्वाङ्गा, भूमिताडनतत्पराः । क्रोधान्धबुद्धयः सर्वे, समकालं प्रभाषिताः ।।५७६।। શ્લોકાર્ચ - અને તેથી, દંશાયેલા હોઠવાળા, રક્ત સર્વ અંગવાળા, ભૂમિના તાડનમાં તત્પર, ક્રોધથી અંધ થયેલી બુદ્ધિવાળા સર્વ મહામોહના રાજાઓ સમકાલ=એક સાથે, બોલ્યા. પછી શ્લોક - अरे रे दुष्ट! केनेदं, दुरात्मंस्ते निवेदितम् । यथा संसारिजीवो नः, स्वामी सम्बन्धिनो वयम् ।।५७७।। શ્લોકાર્ચ - અરે રે દુષ્ટ ! દુરાત્મા ! કોના વડે તને આ નિવેદન કરાયું? શું નિવેદન કરાયું? તે ‘કથા'થી બતાવે છે – સંસારી જીવ આપણો છે. સ્વામીના સંબંધવાળા અમે છીએ સંસારી જીવ મોહનો અને ચારિત્રનો એવા બંને સૈન્યનો સ્વામી છે, સ્વામી સંબંધવાળા આપણે છીએ, એ પ્રમાણે કોના વડે નિવેદન કરાયું ? એ પ્રમાણે બધા રાજાઓ બોલ્યા, એમ સંબંધ છે. I૫૭૭ી. શ્લોક : पातालेऽपि प्रविष्टानां, नास्ति मोक्षः कथंचन । युष्माकमालजालेन, किमनेन? नराधमाः! ।।५७८।। શ્લોકાર્ચ - વળી, તે રાજાઓ કહે છે. પાતાળમાં પ્રવેશેલા તમારો કોઈ રીતે મોક્ષ નથી, હે નરાધમો ! આ આલાલ કથનથી શું ?=આપણે બધાએ મિત્રભાવથી રહેવું જોઈએ એ પ્રકારના અસંબદ્ધ કથનથી શું ? પિ૭૮ll શ્લોક : संसारिजीवो नः स्वामी, यूयं सम्बन्धिनः किल । अहो सम्बन्धघटना, अहो वाक्यमहो गुणाः ।।५७९।। શ્લોકાર્ય :સંસારી જીવ આપણો સ્વામી છે=સંસારી જીવ મહામોહની સેનાનો અને ચારિત્રની સેનાનો સ્વામી છે, તમે મહામોહનું સૈન્ય, સંબંધી છે ચારિત્રધર્મના સૈન્ય સાથે એક સ્વામીના સંબંધપણાથી
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy