SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ / યત: शक्ताः स्वस्वामिनो भक्ताः, संहताश्च भवन्ति भोः । भृत्या बन्धूपमा नैव, स्वपक्षक्षयकारकाः ।। ५७३।। શ્લોકાર્થ ઃ જે કારણથી સમર્થ એવા સ્વસ્વામીના ભક્તો સંહત થાય છે=પરસ્પર ભેગા થયેલા થાય છે. બંધુની ઉપમાવાળા સેવકો સ્વપક્ષનો ક્ષય કરનારા થતા નથી જ=મહામોહનું અને ચારિત્રનું સૈન્ય એક જીવના ભૃત્ય હોવાથી બંધુની ઉપમાવાળા રહે તો સ્વપક્ષરૂપ પોતાના સ્વામીના ક્ષયને કરનારા થતા નથી. ||૫૭૩|| શ્લોક ઃ तदस्तु सततानन्दमतःप्रभृति सुन्दरम् । યુમિ: સદ્દ રાનેન્દ્ર! પ્રેમ ન: પ્રીતિવર્ધનમ્ ।।૩૪।। શ્લોકાર્થ ઃ તે કારણથી હે રાજેન્દ્ર ! મહામોહ ! આજથી માંડીને તમારી સાથે સતત આનંદ, સુંદર, પ્રીતિવર્ધન આપણા બધાનો=મહામોહાદિ અને ચારિત્રસૈન્ય આદિનો, પ્રેમ થાઓ. ૧૫૭૪II ભાવાર્થ: કોઈક વિવક્ષિત સાધુમાં સંયમનો પરિણામ મોહના હુમલાથી ઘવાયો તે વખતે તે મહાત્મામાં વર્તતું સમ્યગ્દર્શન વિદ્યમાન છે તેથી તેને પરિણામ થાય છે કે આપણા સંયમની કદર્થના થઈ છે માટે આપણે મોહની સામે યુદ્ધ કરવું જોઈએ. મૌન લેવું ઉચિત નથી; કેમ કે સમ્યગ્દર્શનના પરિણામને મહાવ્રતોની અત્યંત રુચિ હોય છે. તેથી મહાવ્રતોરૂપ સંયમનો પરિણામ નાશ પામે તે સમ્યગ્દર્શનનો પરિણામ સહન કરી શકે નહીં છતાં તે મહાત્મામાં વર્તતો સબોધ સમ્યગ્દર્શનને કહે છે અત્યારે શત્રુનો નાશ શક્ય નથી જ્યારે આપણો ઉચિત કાલ આવશે ત્યારે આપણે આપણું પ્રયોજન સિદ્ધ કરી શકશું, અત્યારે સંસારી જીવ સદ્બોધને, સમ્યગ્દર્શનને કે ચારિત્રના પરિણામને તે રીતે સ્પષ્ટ જોતો નથી. તેથી પ્રમાદને વશ થઈને મહામોહાદિથી પોતાનું સંયમ ઘાયલ થયું તોપણ પોતાનો પ્રમાદ સ્વભાવ છોડતો નથી અને મહામોહને અનુકૂલ વર્તે છે, ચારિત્રધર્મને અનુકૂલ વર્તતો નથી. જ્યારે આપણો ઉચિતકાલ આવશે ત્યારે સંસારી જીવ ફરી આપણા પક્ષવાળો થશે; કેમ કે કર્મપરિણામરાજા મોહના પક્ષમાં અને ચારિત્રના પક્ષમાં સદા પ્રાયઃ સમાન વર્તે છે. એથી જ્યારે ઔદાયિકભાવનાં કર્મો પ્રચુર હોય ત્યારે સંસારી જીવ કર્મપરિણામરાજાના વચનથી મોહને અનુકૂળ વર્તે છે અને દર્શનમોહનીય આદિ કર્મો ક્ષયોપશમભાવનાં પ્રચુર હોય ત્યારે તે ક્ષયોપશમભાવના કર્મના વચનથી સંસારી જીવ ચારિત્રધર્મને અનુકૂળ વર્તે છે. તેથી જ્યારે સંસારી જીવનો
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy