SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ય : તેથી મારા વડે કહેવાયું. હે માતા ! કયા નામવાળું આ અવાંતરપુર છે=ભવચક્ર મહાનગરનું અવાંતરપુર છે. નિવેદન કરો. કયા નામવાળો આ ગિરિ છે-અવાંતરપુરમાં રહેલો આ પર્વત કયા નામવાળો છે અને શિખરમાં આ પર્વતના શિખરમાં, પુર નગર, કયું છે ? Il૪૭૨ા. શ્લોક : मार्गानुसारिता प्राह, वत्स! नो लक्षितं त्वया? । सुप्रसिद्धमिदं लोके, पुरं सात्त्विकमानसम् ।।४७३।। શ્લોકાર્ચ - માર્ગાનુસારિતા કહે છે. હે વત્સ ! વિચાર ! તારા વડે જણાયું નથી, લોકમાં આ સુપ્રસિદ્ધ સાત્વિકમાનસ નામનું પુર છે. ll૪૭૩| શ્લોક : एषोऽपि सुप्रसिद्धोऽत्र, विवेकवरपर्वतः । प्ररूढमप्रमत्तत्वमिदं च शिखरं जने ॥४७४।। શ્લોકાર્ચ - અહીં=સાત્વિકમાનસપુરમાં, આ પણ સુપ્રસિદ્ધ એવો વિવેકવર પર્વત છે અને લોકમાં આ શિખર અપ્રમતત્વરૂપે પ્રરૂઢ છે પ્રસિદ્ધ છે. ll૪૭૪ll શ્લોક : इदं तु भुवनख्यातं, वत्स! जैन महापुरम् । तव विज्ञातसारस्य, कथं प्रष्टव्यतां गतम्? ।।४७५।। શ્લોકાર્ધ : વળી, હે વત્સ ! ભવનમાં ખ્યાત એવું જૈન મહાપુર છે. વિજ્ઞાતસાર એવા તને કઈ રીતે પ્રશ્નનો વિષય થયો ?=પૂછવાનો વિષય થયો ? Il૪૭પી શ્લોક : यावत्सा कथयत्येवं, मम मार्गानुसारिता । तावज्जातोऽपरस्तत्र, वृत्तान्तस्तं निबोध मे ।।४७६।। શ્લોકાર્ય : જ્યાં સુધી તે માર્ગાનુસારિતા મને આ પ્રમાણે કહે છે ત્યાં સુધી જ્યાં હું માર્ગાનુસારિતા સાથે બેઠો હતો, ત્યાં અપર વૃત્તાંત થયો. મારા તે વૃત્તાંતને સાંભળો. ૪૭૬ll
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy