SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ભવચક્રનગરમાં પુર નામના નગરમાં પ્રાપ્ત થયો. ત્યાં મને રાજમાર્ગમાં શ્રેષ્ઠ સુંદરી દેખાઈ. જે મને જોઈને અતિર્ષિત થઈ. તેથી એ પ્રાપ્ત થાય કે વિચાર બાહ્ય નગરોમાં ફર્યા પછી અંતરંગ નગરમાં જાય છે ત્યાં માર્ગાનુસારિતા નામની સ્ત્રી સાથે તેનો યોગ થાય છે. જે માર્ગાનુસારિતા વિચારને જોઈને અત્યંત પ્રીતિવાળી થાય છે; કેમ કે બુધ પુરુષનો વિચાર માર્ગાનુસારિતા સાથે અત્યંત સંબંધવાળો છે આથી બુધ પુરુષો જે કંઈ વિચાર કરે તે મોક્ષમાર્ગને અનુસરનારા હોય છે તેથી તે માર્ગાનુસારિતા વિચારને કહે છે કે તારી માતા ધિષણાની હું પ્રિયસખી છું અને બુધ પણ મને અત્યંત વલ્લભ છે. તેથી એ ફલિત થાય કે જીવમાં તત્ત્વને જોનારી ધિષણા છે. તે માર્ગાનુસારી સાથે અત્યંત પ્રીતિવાળી છે અને બુધને પણ માનુસારિતા અત્યંત પ્રિય લાગે છે. આથી જ બુધ પુરુષો હંમેશાં માર્ગાનુસારી બુદ્ધિથી સર્વ વિચાર કરે છે. આથી જ બુધને માર્ગાનુસારિતા વલ્લભ હોય છે, કેમ કે બુધને છોડીને જીવમાં માર્ગાનુસારિતા આવતી નથી, અને બુધ તે જ છે કે જે સંસારનું વાસ્તવિક સ્વરૂપ યથાર્થ જોવામાં મહિને પ્રવર્તાવે છે, વળી બુધ, ધિષણા, માર્ગાનુસારિતા અને વિચાર એ પરસ્પર જીવના અંતરંગ પરિણામો છે. આથી જ માર્ગાનુસારિતા વિચારને કહે છે. તું મારો જીવિત છો, તું મારો પ્રાણ છો; કેમ કે તત્ત્વનો વિચાર જ માર્ગાનુસારિતાનો પ્રાણ, જીવિત છે. વળી, માર્ગાનુસારિતા વિચારને કહે છે કે દેશદર્શનની ઇચ્છાથી તું અહીં આવ્યો તે સુંદર કર્યું, કેમ કે બુધમાં રહેલો વિચારનો પરિણામ જ્યારે અવલોકનમાં પ્રવર્તે છે, ત્યારે જ્યાં માર્ગાનુસારિતા રહેલી છે એ દિશા તરફ જ જાય છે, જેથી વિચાર માર્ગાનુસારિતાને પુષ્ટ કરે છે અને માર્ગાનુસારિતાથી પુષ્ટ થયેલો વિચાર સુખપૂર્વક આત્મહિત સાધી શકે છે. આથી જ માર્ગાનુસારિતાએ વિચારને સમસ્ત ભવચક્રનું સ્વરૂપ યથાવતું બતાવ્યું. કઈ રીતે યથાવત્ બતાવ્યું તે બતાવે છે. सात्त्विकमानसनगरादिदर्शनम् બ્લોક : अथैकत्र मया दृष्टं, पुरं तत्र महागिरिः । तच्छिखरे रमणीयं च, निविष्टमपरं पुरम् ।।४७१।। સાત્વિકમાનસનગર આદિનું દર્શન શ્લોકાર્થ : હવે એક ઠેકાણે મારા વડે વિચાર વડે, નગર જોવાયું. ત્યાં મહાગિરિ છે અને તેના શિખરમાં રમણીય એવું બીજું પુર છે. ૪૭૧|| શ્લોક : ततो मयोक्तंनिवेदयाम्ब! किंनाम, पुरमेतदवान्तरम् । किंनामायं गिरिः किं च, शिखरे दृश्यते पुरम् ? ।।४७२।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy