SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ પ્રગટ થાય છે. ઋદ્ધિવિશેષો સ્કરણ થાય છે=ચિત્તની નિર્મળતાને અનુરૂપ લબ્ધિવિશેષો પ્રગટ થાય છે. તેઓને=ઋદ્ધિવિશેષોને, આ જીવલોક વિમલસંવેદના જ્ઞાનથી જુએ છે=આત્મામાં પ્રગટ થયેલી ઋદ્ધિઓને પણ મોહઉત્પત્તિનું કારણ થાય તે રીતે જોતો નથી પરંતુ નિઃસંગતાની પરિણતિથી જ તે ઋદ્ધિઓ સુખનું કારણ છે તેવા વિમલજ્ઞાનથી ઋદ્ધિવિશેષોને જુએ છે. તેથી નિર્મળજ્ઞાનથી ઋદ્ધિને જુએ છે તેથી, અભિળંગ વગરનો આનંદનો સમૂહ થાય છે=ઋદ્ધિની પ્રાપ્તિ પૂર્વે જે આનંદ હતો તે આનંદ ઋદ્ધિમાં પણ રાગનો અસ્પર્શ હોવાથી વૃદ્ધિ પામે છે. બહુ દોષવાળા ભવગ્રામના ત્યાગની ઈચ્છા ઉત્પન્ન થાય છે. વિષયરૂપી મૃગતૃષ્ણા શાંત થાય છે. અંતર્યામી રુક્ષ થાય છે=દેહમાં વર્તતો આત્મા કર્મબંધને અનુકૂળ જે સ્નિગ્ધ ભાવવાળો હતો તે રુક્ષ થાય છે. જેથી કર્મબંધ અલ્પ અલ્પતર થાય છે. સૂક્ષ્મ કર્મપરમાણુઓ વિચટન પામે છેઃછૂટા પડે છે. ચિંતા=સંસારના અનર્થોની ચિંતા, દૂર થાય છે. વિશુદ્ધ ધ્યાનને સેવે છે. યોગરતને દઢ કરે છે=મોક્ષને સાધે એવી યોગપરિણતિને સ્થિર કરે છે. મહાસામાયિક પ્રગટ થાય છે. અપૂર્વકરણ પ્રવર્તે છે. ક્ષપકશ્રેણી ઉલ્લસિત થાય છે. કર્મના જાળાની શક્તિ હણાય છે. શુક્લધ્યાનરૂપી અગ્નિ વધે છે. યોગનું માહાભ્ય પ્રગટ થાય છે=મોક્ષસાધક યોગની પરિણતિ શ્રેષ્ઠ કોટિની પ્રગટ થાય છે. ઘાતકર્મોના પાશાઓથી સર્વથા મુકાય છે. ક્ષેત્રજ્ઞ એવો જીવ પરમ યોગમાં સ્થાપન કરાય છે. વિમલ કેવલાલોકથી દેદીપ્યમાન બને છે. જગતના અનુગ્રહને કરે છે =કેવલજ્ઞાન થયા પછી જગતના જીવોને ઉપદેશ દ્વારા અનુગ્રહ કરે છે. અને કેવલી સમુદ્દઘાતને કરે છે. કર્મશેષને સમાન કરે છે=આયુષ્યની સાથે શેષ અઘાતીકને સમાન કરે છે. યોગનિરોધ સંપાદન કરે છે. શૈલેશી અવસ્થામાં આરોહણ કરે છે. ભવગ્રાહી કર્મના બંધનને તોડે છે. સર્વથા દેહરૂપી પાંજરાને છોડે છે. તેથી=સર્વથા દેહનો ત્યાગ કરે છે તેથી, ભવગ્રામનો ત્યાગ કરીને સતત આનંદવાળો, તિરાબાધ એવો આ જીવલોક તે શિવાલય નામના મહામમાં જઈને સાર-ગુરુની જેમ ભાવકુટુંબ સહિત સકલકાલ રહે છે. ભાવાર્થ : પૂર્વમાં બુધસૂરિએ ધવલરાજાને બઠરગુરુનું ભાવાર્થ સહિત દૃષ્ટાંત બતાવ્યું. તે સાંભળીને નિપુણ બુદ્ધિવાળા ધવલરાજા તેમનું યોજન પોતાના આત્મા સાથે ઘટાવતાં કહે છે કે તે બઠરગુરુની જેમ અમે સતત ઉન્મત્ત છીએ. રાગાદિ ચોરો અત્યંત વિષમ છે. આત્માના સ્વરૂપ રૂપ અમારું નિવાસસ્થાન રાગાદિ ચોરો વડે લુંટાયું છે. આત્માનું ક્ષમાદિ ભાવો રૂપ ભાવકુટુંબ રાગાદિ ચોરો વડે નાશ કરાયું છે. વળી, ચાર ગતિઓમાં ફરીએ છીએ. વળી, સંસારમાં બાહ્ય ભોગોની પ્રાપ્તિરૂપ ભિક્ષા અત્યંત દુર્લભ છે. તેના અલ્પ લાભથી તોષ થયેલા અમે પરમાર્થથી દુર્ગતિઓના પરિભ્રમણરૂપ દુઃખસાગરમાં નિમગ્ન છીએ. કેવી રીતે આનાથી અમારો મોક્ષ થશે ? તેથી આચાર્ય કહે છે. જેમ તે બઠરગુરુને નવો વૃત્તાંત થયો તેમ તમારો પણ નવો વૃત્તાંત થાય તો મોક્ષ થાય. વળી તે નવો વૃત્તાંત જ સ્પષ્ટ કરતાં કહે છે તે ધૂર્ત કષાયોથી બઠરગુરુ સંસારમાં વિડંબના કરાતો હતો ત્યારે પૂર્વમાં ક્લિષ્ટ કર્મોવાળો હોવાથી મહેશ્વરોનું સાંભળતો ન હતો. આથી જ અનંતકાળથી સંસારી જીવ ચાર ગતિઓની કદર્થના પ્રાપ્ત કરે છે. જિનવચનના પરમાર્થને જાણવા માટે
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy