SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ प्राचीनकर्माणि, न बध्यन्ते नूतनानि, विलीयते दुश्चरितानुबन्धः, समुल्लसति जीववीर्यं, निर्मलीभवत्यात्मा, परिणमति गाढमप्रमादो, निवर्तन्ते मिथ्याविकल्पाः, स्थिरीभवति समाधिरत्नं, प्रहीयते भवसन्तानः, ततः प्रविघाटयत्येष जीवलोकश्चित्तापवरकावरणकपाटं, ततः प्रादुर्भवति स्वाभाविकगुणकुटुम्बकं, विस्फुरन्ति ऋद्धिविशेषाः, विलोकयति तानेष जीवलोको विमलसंवेदनालोकेन, ततः संजायते निरभिष्वङ्गानन्दसन्दोहः, समुत्पद्यते बहुदोषभवग्रामजिहासा, उपशाम्यति विषयमृगतृष्णिका, रूक्षीभवत्यन्तर्यामी, विचरन्ति सूक्ष्मकर्मपरमाणवः, व्यावर्तते चिन्ता, संतिष्ठते विशुद्ध ध्यानं, दृढीभवति योगरत्नं, जायते महासामायिकं, प्रवर्ततेऽपूर्वकरणं, विजृम्भते क्षपक श्रेणी, निहन्यते कर्मजालशक्तिः, विवर्तते शुक्लध्यानानलः, प्रकटीभवति योगमाहात्म्यं, विमोच्यते सर्वथा घातिकर्मपाशेभ्यः, क्षेत्रज्ञः स्थाप्यते परमयोगे, देदीप्यते विमलकेवलालोकेन, कुरुते जगदनुग्रहं विधत्ते च केवलिसमुद्घातं, समानयति कर्मशेषं, संपादयति योगनिरोधं, समारोहति शैलेश्यवस्थां, त्रोटयति भवोपग्राहिकर्मबन्धनं, विमुञ्चति सर्वथा देहपञ्जरं, ततो विहाय भवग्राममेष जीवलोकः सततानन्दो निराबाधो गत्वा तत्र शिवालयाभिधाने महामठे सारगुरुरिव सभावकुटुम्बकः सकलकालं तिष्ठतीति ।। ૨૦૨ ત્યારપછી જિનરૂપી મહાવૈદ્યના ઉપદેશથી સદ્ધર્મગુરુ ત્યાં=લોકભોતના રોગમાં, ઉપાયને=ઔષધને, અવધારણ કરે છે. ત્યારપછી સૂતેલા ધૂર્ત તસ્કરોની જેમ ક્ષયોપશમભાવ પામેલા રાગાદિ હોતે છતે જીવ સ્વરૂપ શિવમંદિરમાં સજ્ઞાનરૂપી દીવો પ્રગટાવે છે. સમ્યગ્દર્શન નામનું નિર્મળ જળ પિવડાવે છે. ચારિત્રરૂપી વજદંડ આપે છે. ત્યારપછી સજ્ઞાનના પ્રદીપથી પ્રકાશિત સ્વરૂપવાળા શિવમંદિરમાં મહાપ્રભાવવાળા સમ્યગ્દર્શનરૂપ પાણીના પાનથી નષ્ટ થયેલા કર્મના ઉન્માદવાળો આ જીવલોક ગ્રહણ કરાયેલા ચારિત્રના દંડથી ભાસુર=કોપવાળો, ગુરુના વચનથી જ સ્પર્ધાપૂર્વક મહામોહાદિ ધૂર્ત તસ્કરોને બોલાવીને નિર્દલન કરે છે. અને તેને=મહામોહાદિ ધૂર્તરૂપ તસ્કરગણને, નિર્દલન કરતાં આ જીવલોકનો કુશલાશય વિશાલ થાય છે, પ્રાચીન કર્મો ક્ષય પામે છે, નવાં બંધાતાં નથી, દુષ્ચારિત્રનો પ્રવાહ વિલીન થાય છે, જીવવીર્ય ઉલ્લસિત થાય છે=શત્રુના નાશ માટે જીવવીર્ય ઉલ્લસિત થાય છે, આત્મા નિર્મલ થાય છે–મલિનતા આપાદક કર્મો અલ્પ થવાથી આત્મા નિર્મલ થાય છે, ગાઢ અપ્રમાદ પરિણમન પામે છે=સંચિત વીર્ય થવાને કારણે પોતાને અંતરંગ સમૃદ્ધિને સાધવાને અનુકૂળ ગાઢ અપ્રમાદ પરિણમન પામે છે, મિથ્યા વિકલ્પો નિવર્તન પામે છે=બાહ્ય પદાર્થોને અવલંબીને આ ઇષ્ટ છે, આ અનિષ્ટ છે ઇત્યાદિ રૂપ મિથ્યા વિકલ્પો નિવર્તન પામે છે. સમાધિરત્ન સ્થિર થાય છે–ચિત્ત અસંગભાવને સ્પર્શનાર હોવાથી અંતરંગ સ્વસ્થતારૂપ સમાધિરત્ન સ્થિર થાય છે. ભવસંતાન નાશ પામે છે=ભવના પ્રવાહને ચલાવે એવા ક્લિષ્ટ સંસ્કારો અને ક્લિષ્ટ કર્મો નાશ થવાથી ભવસંતાન નાશ પામે છે. ત્યારપછી આ જીવલોક ચિત્તરૂપી ઓરડાના આવરણવાળા કબાટને ઉઘાડે છે. તેથી= કબાટને ઉઘાડે છે તેથી, સ્વાભાવિક ગુણકુટુંબ પ્રગટ થાય છે=ક્ષમાદિ ભાવો રૂપ ગુણનો સમુદાય
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy