________________
૧૯૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
तदेवमेष राजेन्द्र! जनस्तत्त्वं न बुध्यते ।
સુસી મધ્યસ્થ, સુવિä તેન મન્યતે પારૂરૂડા શ્લોકાર્ચ -
તે કારણથી આ રીતે આ જન હે રાજેન્દ્ર ! તત્વને જાણતો નથી. તેના કારણે દુઃખસાગરના મધ્યમાં રહેલો સુખીપણાને માને છે. [૩૩૫ll ભાવાર્થ -
પૂર્વમાં બુધસૂરિએ રાજાને કહ્યું કે આ લોક તત્ત્વને જાણતા નથી. જે પ્રમાણે આ બઠરગુરુ. તેથી તત્ત્વની જિજ્ઞાસાથી ધવલરાજા બઠરગુરુ કોણ છે ? તે પ્રશ્ન કરે છે – તેના ઉત્તરરૂપે બુધસૂરિ બઠરગુરુનું દૃષ્ટાંત બતાવે છે અને તે બઠરગુરુનું દૃષ્ટાંત બતાવ્યા પછી તેનો ભાવાર્થ બતાવે છે. તે આ પ્રમાણે – સંસારી જીવો રૂપ લોક બઠરગુરુ જેવા છે; કેમ કે કથાનકમાં જે ગ્રામ બતાવેલ છે તે વિસ્તારવાળો સંસાર છે. તેના મધ્યમાં શિવમંદિર જેવું જીવલોકનું સ્વરૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ચૌદરાજલોકરૂપ સંસારી જીવોના પરિભ્રમણના સ્થાનરૂપ સંસાર છે. અને તેની અંદરમાં જીવલોક રહેલો છે અને તેનું સ્વરૂપ શિવમંદિર જેવું છે. કેમ શિવમંદિર જેવું છે ? તેથી કહે છે – જેમ તે શિવમંદિર અનેક રત્નોથી પૂરિત છે તેમ જીવ પણ જ્ઞાન, વીર્યાદિ રત્નોથી પૂર્ણ છે. વળી તે શિવમંદિર સર્વ કામનાઓથી સંપૂર્ણ છે માટે પરમ આનંદનું કારણ છે; કેમ કે સંસારવર્તી સર્વ જીવો સ્વરૂપથી સિદ્ધતુલ્ય છે.
વળી કથાનકમાં તે જીવલોક પોતાના સ્વરૂપનો સ્વામી ભૌતાચાર્ય કહેવાયો છે અને તે ભૌતાચાર્યના સ્વાભાવિક ગુણો છે તે તેનું કુટુંબ કહેવાયું છે. તેથી જો જીવને તે કુટુંબ પ્રાપ્ત થયું હોય તો ક્ષમાદિ ભાવરૂપ તે કુટુંબ જીવને માટે સુંદર છે, હિતકારી છે છતાં પણ ગાઢ કર્મના ઉદયવાળા સંસારી જીવોને તે ક્ષમાદિ ભાવરૂપ કુટુંબ ચિત્તમાં પ્રતિભાસ થતું નથી અર્થાત્ આ જ કુટુંબ મારું હિત છે, સર્વ કલ્યાણનું કારણ છે. અને હું જ્ઞાનાદિ રત્નોથી પૂર્ણ છે તેમ જણાતું નથી. આ પ્રકારનો સંસારી જીવનો પરિણામ કર્મના કારણે થયેલો છે. તેથી સદા ઉન્મત્ત થયેલો જીવ પોતાના ગુણરૂપી રત્નોથી પૂરિત સ્વરૂપને જાણતો નથી.
વળી, કથામાં કહ્યું કે ધૂર્ત એવા તસ્કરોએ તે જીવનું તેવું ચેષ્ટિત જાણીને તેની પાસે આવે છે. તે ચોરો રાગાદિ દોષો જ છે. અને તેઓ મહાધૂર્ત છે અને જીવલોકને ઠગનારા છે. જેમ ધૂતારા ઠગનારા હોવા છતાં મીઠું મીઠું બોલીને જીવને ઠગે છે તેમ જીવને પોતાના સ્વરૂપનું અજ્ઞાન હોવાથી રાગાદિ ભાવો જીવોને બાહ્ય પ્રલોભન આપીને ઠગે છે. વસ્તુતઃ બાહ્ય પદાર્થોમાંથી કોઈ ભાવ નીકળીને જીવમાં સંક્રમણ પામતો નથી. જેથી જીવને તેનાથી સુખ પ્રાપ્ત થાય છતાં ચોર જેવા રાગાદિ ભાવો જીવને ઠગે છે અને વિપર્યાસવાળા જીવને તે રાગાદિ કષાયો મિત્ર જેવા વલ્લભ ભાસે છે. મિત્ર થઈને આવેલા તે રાગાદિ ભાવો કર્મના ઉન્માદને વધારે છે અને કર્મના ઉન્માદના સ્વરૂપને વશ થયેલો જીવ છે એમ જાણીને તે રાગાદિ ભાવો જીવલોકને હિત કરનારા જે કુટુંબીઓ છે તેને ચિત્તદ્વારમાં વિરોધ કરે છે અર્થાત્ મોહનીયકર્મ ચિત્તના