SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ साधुभगवतां पूर्वोक्तोपद्रवाभावः सत्साधूनां पुनर्भगवतां महाराज! न सन्त्येवामी पूर्वोदिताः सर्वेऽपि क्षुद्रोपद्रवाः, यतस्तेषां भगवतां प्रनष्टं मोहतिमिरं, आविर्भूतं सम्यग्ज्ञानं, निवृत्तः सर्वत्राग्रहविशेषः, परिणतं सन्तोषामृतं, व्यपगता दुष्टक्रिया, त्रुटितप्राया भववल्लरी, स्थिरीभूतो धर्ममेघसमाधिः, तथा गाढानुरक्तमन्तरङ्गमन्तःपुरं, यतस्तेषां भगवतां सन्तोषदायिनी धृतिसुन्दरी चित्तप्रसादहेतुः, श्रद्धा आह्लादकारिणी सुखासिका, निर्वाणकारणं विविदिषा, प्रमोदविधायिनी विज्ञप्तिः, सद्बोधकारिणी मेधा, प्रमदातिरेकनिमित्तमनुप्रेक्षा, अनुकूलचारिणी मैत्री, अकारणवत्सला करुणा, सदानन्ददायिनी मुदिता, सर्वोद्वेगविघातिनी उपेक्षेति । વળી, ભગવાન સત્સાધુઓને હે મહારાજ ! પૂર્વમાં કહેલા સર્વ પણ આ મુદ્ર ઉપદ્રવો નથી જ, જે કારણથી તે ભગવાનનું મોહરૂપી અંધકાર નષ્ટ થયું છે. સમ્યજ્ઞાન પ્રગટ થયું છે, સર્વત્ર આગ્રહવિશેષ નિવૃત્ત થયો છે સર્વ પદાર્થોમાં આ મારા છે એ પ્રકારના સંશ્લેષતા પરિણામરૂપ આગ્રહવિશેષ નિવૃત્ત થયો છે, સંતોષરૂપી અમૃત પરિણત થયું છે. દુષ્ટક્રિયા વિશેષથી દૂર થઈ છે. ભવરૂપી વેલડી ત્રુટિતપ્રાય છે. ધર્મમેઘસમાધિ સ્થિર થયેલી છે, અને અંતરંગ અંતઃપુર ગાઢ અનુરક્ત છે ક્ષમાદિ પરિણતિઓ ગાઢ આત્મસાત્ થયેલી છે. જે કારણથી તે ભગવાનને તિસુંદરી સંતોષને દેનારી છેધૃતિપૂર્વક યોગમાર્ગને સેવવામાં તેઓને તૃપ્તિનો અનુભવ થાય છે. શ્રદ્ધા=જિતવચન જ તત્વ છે તેવો સ્વઅનુભવથી નિર્ણય થયેલ પરિણામરૂપ શ્રદ્ધા, ચિત્તપ્રસાદનો હેતુ છે, આલાદને કરનારી સુખાસિકા છે. નિર્વાણનું કારણ વિવિદિષા છે તત્તાતત્વના વિભાગને અનુકૂલ માર્ગાનુસારી ઊહ પ્રવર્તે તેવી વિશેષ જાણવાની ઇચ્છા નિર્વાણનું કારણ છે, વિજ્ઞપ્તિ તત્વનો યથાર્થ નિર્ણય, પ્રમોદને કરનાર છે. સબોધને કરનારી મેધા છે. પ્રમદના=હર્ષના, અતિરેકનું નિમિત્ત હર્ષના અતિરેકનું કારણ અનુપ્રેક્ષા છે. અનુકૂલ ચરનારી મૈત્રી છે, અકારણવત્સલ કરુણા છે. સદા આનંદને દેનારી મુદિતા છેપ્રમોદભાવના છે, સર્વ ઉદ્વેગના વિઘાત કરનારી ઉપેક્ષા છે. સાધુ ભગવંતોને પૂર્વમાં કહેવાયેલ ઉપદ્રવોનો અભાવ શ્લોક : तदेताभिः समायुक्ताः, सुन्दरीभिर्नरेश्वर । इष्टाभिर्दृढरक्ताभिर्मोदन्ते ते मुनीश्वराः ।।२५६।। શ્લોકાર્ચ - તે કારણથી ઈષ્ટ, દઢ અનુરક્ત એવી આ સુંદરીઓથી સમાયુક્ત એવા તે મુનીશ્વરો હે રાજા ! આનંદ પામે છે. ll૨૫૬ll
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy