________________
૧૫૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
राजनेते परायत्ता, यथा गेहस्य जन्तवः ।
साधवस्त्वपरायत्तास्तथा ते कथ्यतेऽधुना ।।१९९।। શ્લોકાર્ચ -
હે રાજન્ ! જે પ્રમાણે આ જંતુઓ ઘરને પરાધીન છે. તે પ્રમાણે તે સાધુઓ અપરાધીન હમણાં કહેવાય છે. ૧૯૯ll શ્લોક :
निःस्नेहं परमार्थेन, भित्रकर्मविनिर्मितम् ।
इदं कलत्रपुत्रादि, चञ्चलं च कुटुम्बकम् ।।२००।। શ્લોકાર્ય :
ભિન્નકર્મથી નિર્માણ થયેલું જુદા જુદા જીવોનાં જુદાં જુદાં કર્મોથી નિર્માણ થયેલું, આ સ્ત્રી, પુત્ર આદિ પરમાર્થથી સ્નેહ વગરનું અને ચંચલ કુટુંબ છે. ર૦ || શ્લોક :
अदृष्टपरमार्थानामत्यन्तं मनसः प्रियम् ।
तत्त्वभूतमिदं तेषां, मूढानां प्रतिभासते ।।२०१।। શ્લોકાર્થ :
અદષ્ટ પરમાર્થવાળા તે મૂઢ જીવોના મનને આ=કલનપુત્રાદિ, અત્યંત પ્રિય તત્ત્વભૂત ભાસે છે. ll૨૦૧II શ્લોક :
ततस्तदर्थं क्लिश्यन्ते, दासाः कर्मकरा यथा ।
रात्रौ दिवा च मोहेन, पशुभूता वराककाः ।।२०२।। શ્લોકાર્થ :
તેથી=પત્રકલત્રાદિ, તત્ત્વભૂત ભાસે છે તેથી, જે પ્રમાણે નોકર-દાસ ફ્લેશ પામે છે તે પ્રમાણે મોહથી તેના માટે પત્રકલત્રાદિ માટે, પશુભૂત રાંકડાઓ રાત્રિ દિવસ ક્લેશ કરે છે. ll૨૦શા શ્લોક :
आहारयन्ति न स्वस्था, रात्रौ निद्राविवर्जिताः । चिन्तयाऽऽकुलिता नित्यं, धनधान्यपरायणाः ।।२०३।।