SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૧૨૩ શ્લોક : एवं चनृपतोषविधायिविलासकरे, सुखसागरवर्तिनि राज्यधरे । अथ तत्र सुते सुभगे विमले, प्रमदः क्रियते नगरे सकले ।।८१।। શ્લોકાર્થ : અને આ રીતે હવે ત્યાં રાજાના તોષને કરનાર, વિલાસને કરનાર, સુખસાગરમાં વર્તતો રાજ્યધર સુભગ વિમલ પુત્ર હોતે છતે સકલ નગરમાં પ્રમોદ કરાય છે. II૮૧TI एवं चानन्दिते राजनि, तुष्टायां महादेव्यां, प्रमुदिते सकले जने, विमलसुखसागरावगाहनेन प्रविष्टाः केचिनियुक्तपुरुषास्तत्र हिमगृहे, दत्ता तैरन्तरा जवनिका तया च व्यवहितमेकं पुरुषं संस्थाप्य कृतप्रणामैर्विज्ञपितं तैः, यथादेव! देवादेशेन विचरद्भिरस्माभिर्दृष्टोऽयमत्यन्तदुःखितः पुरुषः समानीतश्च देवसमीपं, न चैष गाढबीभत्सतया देवदर्शनयोग्य इति मत्वा जवनिकया व्यवहितोऽस्माभिरिह प्रवेशित इत्येतदाकर्ण्य देवः प्रमाणम् । धवलराजेनोक्तं-भो भद्राः! क्व दृष्टोऽयं युष्माभिः? कथं चात्यन्तदुःखित इति । ततोऽभिहितमेकेन-देव! अस्ति तावदितो निर्गता वयं देवादेशेन दुःखदारिद्र्योपहतलोकानयनार्थं, निरूपितं नगरं, यावदृष्टं समस्तमपि तत्सततानन्दं, ततो गता वयमरण्ये, यावदृष्टो दूरादयं पुरुषः, ?, અને આ રીતે રાજા આનંદિત હોતે છતે અને મહાદેવી તુષ્ટ થયે છતે અને વિમલ એવા સુખસાગરમાં અવગાહનથી સકલ જન પ્રમુદિત થયે છતે વિમલની સાથે સુખસાગરના અવગાહતથી તે હિમઘરમાં કેટલાક નિયુક્ત પુરુષો પ્રવેશ કરાયા. તેઓ વડે તે નિયુક્ત પુરુષો વડે, વચમાં જવનિકા અપાઈ=પડદો કરાયો. અને તેના વડે=જવનિકા વડે, વ્યવહિત એવા એક પુરુષને સંસ્થાપન કરીને કરાયેલા પ્રણામવાળા એવા તેઓ વડેઃનિયુક્ત પુરુષો વડે, વિજ્ઞાપન કરાયું. શું વિજ્ઞાપન કરાયું ? તે ‘ાથા'થી બતાવે છે – હે દેવ ! ધવલરાજા ! દેવના આદેશથી વિચરતા એવા અમારા વડે આ અત્યંત દુઃખિત પુરુષ જોવાયો. અને દેવતા સમીપમાં લવાયો. અને ગાઢ બીભત્સપણું હોવાને કારણે આ લવાયેલો પુરુષ દેવના દર્શનને યોગ્ય નથી. એ પ્રમાણે માનીને પડદાથી વ્યવહિત અમારા વડે અહીં પ્રવેશ કરાયો. એથી આને સાંભળીને=આ દુઃખી પુરુષને અમે લાવ્યા છીએ એને સાંભળીને, દેવ પ્રમાણ છે અર્થાત્ આને કઈ રીતે સુખી કરવો એ વિષયમાં દેવ જે કહે તે પ્રમાણ છે. ધવલરાજા વડે કહેવાયું. હે ભદ્ર નિયુક્ત પુરુષો ! આ તમારા વડે ક્યાં જોવાયો ? અને કેવી રીતે અત્યંત દુઃખિત છે? ત્યારપછી એક વડે કહેવાયું નિયુક્ત પુરુષોમાંથી એક પુરુષ વડે કહેવાયું – હે દેવ ! છે. દેવતા આદેશથી દુઃખદારિત્ર્યથી ઉપહત લોકતા લાવવા માટે અમે અહીંથી નીકળ્યા. નગરનું નિરૂપણ કર્યું નગરનું અવલોકન કર્યું. યાવદ્ સમસ્ત પણ તે=નગર, સતત આતંદવાળું જોવાયું. ત્યારપછી અમે અરણ્યમાં ગયા, જ્યાં સુધી દૂરથી આ પુરુષ જોવાયો. કેવો જોવાયો ? એથી કહે છે –
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy