SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૯૯ વચનોની પરસ્પર અસંબદ્ધતા છે ઇત્યાદિ વિકલ્પો કરીને પોતાનું ચિત્ત કલુષિત કરતો નથી; કેમ કે ઉત્તમ પુરુષોનું ચિત્ત પરના વિષયમાં ઉદાર આશયથી જ જોનાર હોય છે અને પોતાના ચિત્તમાં લેશ પણ ક્લેશ થાય તેને દૂર કરવા યત્ન કરે છે, પરંતુ શુદ્ર જીવોની જેમ પરના વિષયમાં કુશંકાદિ કરતાં નથી. વળી, વિમલકુમારના ઉત્તમ ગુણોથી આકૃષ્ટદેવી વામદેવને સખત ઉપદ્રવ કરે છે અને કોઈકના શરીરમાં પ્રવેશ કરીને તેનાં સર્વ દુષ્કૃત્યોનો પ્રકાશિત કરે છે. જેનાથી સર્વ લોકોમાં વામદેવ અત્યંત નિંદનીય બને છે. છતાં વિમલકુમાર દયાળુ સ્વભાવથી તે દેવી પાસેથી પણ વામદેવને બચાવે છે. ત્યારપછી પણ તેના અનુચિત કૃત્ય વિષયક ક્યારે કોઈ પ્રશ્ન કરતો નથી પરંતુ પૂર્વની જેમ જ સર્વ ઉચિત વર્તન કરે છે. આથી જ અનુસુંદર ચક્રવર્તી અગૃહતસંકેતાને કહે છે મહાત્મા એવા વિમલકુમારને મારું ચરિત્ર પ્રતીત નથી એમ પણ નથી તોપણ ઉત્તમ પુરુષો ક્યારેય પોતાની ઉત્તમતાની મર્યાદાનો ત્યાગ કરતા નથી. તેથી ફલિત થાય કે ઉત્તમ પુરુષો મિત્ર-સ્વજન આદિ કોઈની અનુચિત પ્રવૃત્તિ ક્યારેક દેખાય તો તેને જોઈને સહિષ્ણુ બને છે, પોતાની ઉત્તમતાનો ત્યાગ કરતા નથી. તેનું હિત કેમ થાય તેની વિચારણા કરે છે અને તેનું હિત પ્રયત્નસાધ્ય ન દેખાય તો તેની ઉપેક્ષા કરે છે પરંતુ તેવા જીવો સાથે પૂર્વમાં સ્વીકારાયેલો ઉચિત વ્યવહારનો ક્યારેય ત્યાગ કરતા નથી, કેમ કે ઉત્તમ પુરુષો સદાક્ષિણ્યના સમુદ્ર હોય છે. અર્થાત્ જેમ સુવર્ણ પ્રવાહી થાય છે ત્યારે દક્ષિણાવર્તમાં જ તેના આવર્તે વર્તે છે તેથી સુવર્ણ ઉત્તમ ધાતુ કહેવાય છે તેમ ઉત્તમ પુરુષો પણ સર્વ જીવો સાથે અત્યંત દાક્ષિણ્ય સ્વભાવવાળા હોય છે તેથી કોઈની અનુચિત પ્રવૃત્તિ જોઈને પોતાના ચિત્તને ક્લેશથી યુક્ત કરતા નથી, પરંતુ તેવા જીવો સાથે પણ વિવેકપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરે છે. આથી જ કહે છે ઉત્તમ પુરુષો ખલ ચેષ્ટિત જાણવા છતાં જાણતા નથી, જોયા છતાં જોતા નથી. શુદ્ધ આત્મા એવા તેઓ ખલ ચેષ્ટિતની શ્રદ્ધા પણ કરતા નથી. વળી, અન્ય કોઈક વખતે વામદેવ સાથે વિમલકુમાર તે બગીચામાં આવે છે. અને ભગવાનનાં દર્શન કરવાની ઇચ્છાથી જિનાલયમાં પ્રવેશ કરે છે. ઉચિત અશેષ કર્તવ્ય કરીને જિનેશ્વરની સ્તુતિ કરવા માટે વિમલકુમાર પ્રારંભ કરે છે તે વખતે જ રત્નચૂડ આવે છે. વિમલકુમારની સ્તુતિ સાંભળીને પ્રસન્ન થયેલ રત્નચૂડ ખેચરો વગેરેને શાંત રહેવા સૂચન કરે છે. તે વખતે તે વિમલકુમાર કઈ રીતે ગંભીર અવાજથી, રોમાંચયુક્ત શરીરથી ભગવાનના ગુણોના સ્મરણથી, ઉત્પન્ન થયેલા આનંદના અશ્રુથી પૂર્ણ, ભગવાનના સન્મુખ સ્થાપન કરેલી દષ્ટિવાળા થઈને સદ્ભક્તિના અતિશયથી સાક્ષાત્ જાણે ભગવાનને સન્મુખ જુએ તેમ પરમાત્માને કંઈક ઉપાલંભ, કંઈક સ્નેહ, કંઈક પ્રીતિ આદિની અભિવ્યક્તિ થાય એ રીતે વિમલકુમાર સ્તુતિ કરવા પ્રારંભ કરે છે. विमलकृता स्तुतिः શ્લોક : अपारघोरसंसारनिमग्नजनतारक! । વિમેષ યોર સંસારે, નાથ! તે વિસ્મૃત નઃ? Tદ્દા
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy