SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ सोपालम्भं सविश्रम्भं, सस्नेहं प्रणयान्वितम् । ततः संस्तोतुमारब्धो, विमलोऽमलमानसः ।।१५।। त्रिभिर्विशेषकम् । બ્લોકાર્થ : હવે ગંભીર નિઘષવાળો, સપષ્ટ કંટક ભૂષણવાળો-હર્ષને કારણે સ્પષ્ટ થયેલા રોમાંચિત શરીરવાળો, આનંદરૂપી જલથી પૂર્ણ ચક્ષુવાળો, જિનના મુખમાં સ્થાપન કરેલી દષ્ટિવાળો, સદ્ભક્તિના આવેશના યોગથી સાક્ષાતની જેમ સન્મુખ રહેલા જિનેશ પરમાત્મા, ભગવાન સનાતનને ઉપાલંભ સહિત, વિશ્વાસ સહિત, સ્નેહ સહિત, પ્રીતિથી યુક્ત, અમલ માનસવાળા વિમલે ત્યારપછી સ્તુતિ કરવા માટે આરંભ કર્યો. ૧૩થી ૧૫ ભાવાર્થ : વિમલકુમાર રત્નચૂડને કહે છે જવું આવશ્યક હોય તોપણ બુધસૂરિને લાવવાનું વિસ્મરણ કરવું નહીં, ત્યારપછી ચૂતમંજરી વિમલકુમારના ઉત્તમ ગુણોથી ભાવિત થયેલ હોવાને કારણે તમે મારા સહોદર છો, ભાઈ છો, શરીર છો, જીવિત છો, નાથ છો, ઇત્યાદિ જે કહ્યું તે સર્વ ગુણરાગમાંથી ઉત્પન્ન થયેલ ભક્તિના પરિણામરૂપ હોવાથી ધર્મજલ્પ છે અર્થાત્ ધર્મબુદ્ધિ અનુકૂળ ઉચિત સંભાષણરૂપ છે. વળી, વિમલકુમાર પણ રત્નચૂડના ઉપકારને સ્મરણ કરીને ગુરુ અને ગુરુની પત્નીને હું કેમ સ્મરણ ન કરું ? ઇત્યાદિ જે કહે છે તે પણ ધર્મજલ્પ છે, તેથી ગુણવાનના ગુણના રાગથી બોલાયેલાં તે વચનો બોલનારને ગુણવૃદ્ધિનું કારણ બને છે, તેથી નિર્જરાનું કારણ છે. અને તત્ સદશ વચન જ રૂપરંગાદિના મોહને વશ બોલાયેલાં હોય તો સ્થૂલથી ધર્મજલ્પરૂપ જણાય પરંતુ પરમાર્થથી મોહના પરિણામમાંથી ઉત્પન્ન થયેલાં તે વચનો હોવાથી મોહવૃદ્ધિનું જ કારણ બને છે અને માયાથી સામે વ્યક્તિને પોતાના સુંદર ભાવો બતાવવા અર્થે તે વચનો બોલાયાં હોય તોપણ માયા તે વચનની પ્રવર્તક હોવાથી કર્મબંધની જ પ્રાપ્તિ થાય છે. પરંતુ રત્નચૂડ, ચૂતમંજરી, અને વિમલકુમાર ત્રણેય વિવેકયુક્ત ધર્મી છે તેથી પરસ્પરના યથાર્થ ગુણોને જોઈને ગુણરાગથી જ તે સર્વ કથન કરે છે. જેથી તે ધર્મજલ્પથી તેઓને વિપુલ નિર્જરા પ્રાપ્ત થાય છે અને હળુકર્મી જીવો તેવાં વચનો સાંભળે તોપણ ચિત્તમાં ધર્મ પ્રગટ થાય છે પરંતુ વામદેવ તે વખતે ભારેકર્મી છે, તત્ત્વને સ્પર્શવા માટે અયોગ્ય હોવાથી દુર્ભવ્ય છે. તેથી મત્તપુરુષાદિની જેમ તે ધર્મપદોના પરમાર્થને લેશ પણ સ્પર્શી શકતો નથી. ત્યારપછી વિમલકુમાર ભગવાનની વિશેષ સ્તુતિ કરીને વામદેવ સાથે ચૈત્યભવનથી બહાર આવે છે. રત્ન પ્રત્યે નિઃસ્પૃહ ભાવ હોવાથી વિમલકુમાર વામદેવને તે રત્ન ઉચિત સ્થાને દાટવા માટે આપે છે. છતાં વામદેવના ચિત્તમાં માયાનો પરિણામ અને ચોરીનો પરિણામ પ્રગટ્યો તેથી કપટ કરીને તે રત્નને લઈને ભાગે છે. વળી, કોઈક રીતે વિમલકુમાર પાસે તેના માણસો દ્વારા વામદેવ લવાય છે ત્યારે પણ માયાને વશ અસંબદ્ધ પ્રલાપો કરીને પોતે વિમલકુમાર પ્રત્યે સ્નેહવાળો છે ઇત્યાદિ બતાવે છે. અને વિમલકુમાર બુદ્ધિનો નિધાન હોવા છતાં ઉત્તમ પ્રકૃતિને કારણે વામદેવના તે સર્વ કથનને મુગ્ધબુદ્ધિથી સ્વીકારે છે પરંતુ તેનાં
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy