SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : અને અહીં જે બહિઃ કોટિકોટી શત્રુઓનો જય કરવામાં સમર્થ છે તે પણ આંતર વૈરીઓને જ્ઞાન વગર જય કરવામાં સમર્થ નથી. II૨૯।। શ્લોક ઃ तन्नास्य वत्स ! दोषोऽयं, नाप्येषां शेषदेहिनाम् । यतोऽत्र परमार्थेन, ज्ञानाऽभावोऽपराध्यति ।। ३० ।। શ્લોકાર્થ = તે કારણથી હે વત્સ પ્રકર્ષ ! આનો=રિપુકંપનનો, આ દોષ નથી. વળી, આ શેષ જીવોનો નથી=દોષ નથી. જે કારણથી અહીં=મિથ્યાભિમાનને શત્રુરૂપે જાણવામાં, પરમાર્થથી જ્ઞાનનો અભાવ અપરાધ પામે છે. II3I/ શ્લોક ઃ यस्मादज्ञानकामान्धाः, किञ्चिदासाद्य कारणम् । यान्ति मिथ्याभिमानस्य, ध्रुवमस्य वशं नराः ।।३१।। શ્લોકાર્થ : જે કારણથી અજ્ઞાન અને કામથી અંધ જીવો કોઈક કારણ પામીને આ મિથ્યાભિમાનના વશ મનુષ્યો નક્કી થાય છે. ।।૩૧।। શ્લોક ઃ तेनाभिभूतचित्तास्ते, बाला इव जनैः सह । विडम्बयन्ति चात्मानं, यथैष रिपुकम्पनः ।। ३२।। શ્લોકાર્થ : તેનાથી અભિભૂત થયેલા ચિત્તવાળા=મિથ્યાભિમાનથી પરાભૂત થયેલા ચિત્તવાળા, તેઓ બાલની જેમ લોકોની સાથે પોતાના આત્માને વિડંબિત કરે છે. જેમ આ રિપુકંપન. અર્થાત્ નગરના લોકોની સાથે પોતાના આત્માની જે પ્રમાણે આ રિપુકંપને વિડંબના કરી તેમ મૂર્ખની જેમ લોકો મિથ્યાભિમાનથી પોતાના આત્માની વિડંબના કરે છે. II૩૨।। શ્લોક ઃ ज्ञानावदातबुद्धीनां, पुत्रे राज्ये धनेऽपि वा । लोकाश्चर्यकरे जाते, महत्यप्यस्य कारणे ||३३||
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy