SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના चौरवृन्दं, बिभ्यति भवचक्रभ्रमणात्, जुगुप्सन्ते विमार्गचारितां, रमन्ते निर्वृतिनगरीगमनमार्गे, उपहसन्ति विषयसुखशीलतां, उद्विजन्ते शैथिल्याचरणात्, शोचन्ति चिरन्तनदुश्चरितानि, गर्हन्ते निजशीलस्खलितानि, निन्दन्ति भवचक्रनिवासं, आराधयन्ति जिनाज्ञायुवतिं प्रतिसेवन्ते द्विविधशिक्षाललनाम् । જેનોની પ્રશસ્તમૂર્છાદિમાં હેતુ આ પણ જૈન લોકોમાં સર્વ તેનાં કાર્યો મહામોહાદિનાં કાર્યો, દેખાય છે. જે કારણથી આ પણ= જેતપુરમાં વસનારા જીવો પણ, ભગવાનનાં બિમ્બોમાં મૂચ્છ કરે છે=ભગવાનનાં બિમ્બોને જોઈને હર્ષિત થાય છે. સ્વાધ્યાયકરણોમાં રાગ કરે છે. સાધર્મિકજીવોમાં સ્નેહ કરે છે. સદ્અનુષ્ઠાનોમાં પ્રીતિને કરે છે. ગુરુઓનાં દર્શનોમાં તોષ પામે છે. સ૮ર્થના ઉપલક્ષ્મમાં=શાસ્ત્રઅધ્યયન દ્વારા પારમાર્થિક સૂક્ષ્મ ભાવોની પ્રાપ્તિમાં, હર્ષિત થાય છે. વ્રતોના અતિચારોના સેવતમાં દ્વેષ કરે છે. સામાચારીના વિલોપમાં ક્રોધ કરે છે=કોઈક રીતે ભગવાને કહેલ શુદ્ધ સામાચારીનો લોપ થતો હોય ત્યારે તે વિલોપ કરનારા પ્રત્યે ક્રોધ કરે છે, પ્રવચન પ્રત્યેનીકોમાં રોષ કરે છે. કર્મની નિર્જરામાં મદ કરે છેઃ વિવેકપૂર્વક પોતે શુભઅનુષ્ઠાન સેવીને પોતાનામાં થયેલી ગુણવૃદ્ધિ દ્વારા અતુમેય એવી કર્મનિર્જરાને જોઈને મદ કરે છે અર્થાત્ અમે કૃતકૃત્ય છીએ એ પ્રકારની બુદ્ધિ કરે છે. પ્રતિજ્ઞાના નિર્વાહમાં અહંકાર કરે છે–પોતાની શક્તિ અનુસાર ઉચિત પ્રતિજ્ઞાઓ સ્વીકારેલી હોય અને તેનું સુવિશુદ્ધ પાલન થાય ત્યારે જેતપુરમાં રહેલા મહાત્માઓને અહંકાર થાય છે કે અમે કૃતકૃત્ય છીએ. પરિષહોમાં નિપ્રકંપ રહે છે–પરિષહો પ્રાપ્ત થાય ત્યારે મને નિર્જરાના ઉપાયોની પ્રાપ્તિ થઈ એ પ્રકારના બદ્ધરાગને કરે છે. દિવ્યાદિ ઉપસર્ગોમાં સ્મય કરે છે અર્થાત્ પોતાને સહ્ય હોય એવા ઉપસર્ગો પ્રાપ્ત થાય ત્યારે નિર્જરાના ઉપાયોની પ્રાપ્તિ થઈ એ પ્રકારે આનંદિત થાય છે. પ્રવચનમાલિત્યને ગોપવે છે. ઇન્દ્રિયરૂપી ધૂર્તગણને ઠગે છે–પોતે ઇન્દ્રિયને વશ થતા નથી પરંતુ ઇન્દ્રિયો ઠગનારી છે તેમ જાણીને વિવેકી જીવો ઇન્દ્રિયોને ઠગે છે. તપ-ચારિત્રમાં લોભ કરે છે. વૈયાવચ્ચની આચરણાઓમાં વૃદ્ધિ કરે છે. સધ્યાનના યોગોમાં યત્ન કરે છે. પરોપકાર કરવામાં તોષને પામે છે. પ્રમાદરૂપી ચોરના વૃંદને હણે છે. ભવચક્રના ભ્રમણથી ભય પામે છે. વિમાર્ગની ચારિતાની જુગુપ્સા કરે છે=ભગવાનના માર્ગથી વિપરીત આચરણા પ્રત્યે જુગુપ્સા કરે છે. મોક્ષનગરીના ગમતના માર્ગમાં રમે છે. વિષયની સુખશીલતાનો ઉપહાસ કરે છે કોઈક નિમિત્તે પોતાનામાં વિષયની સુખશીલતા દેખાય ત્યારે પોતાની તે અનુચિત આચરણા પ્રત્યે ઉપહાસ કરે છે અર્થાત્ હું મૂર્ખ છું કે જેથી આ રીતે મનુષ્યભવને વ્યર્થ કરું છું એ પ્રકારે ઉપહાસ કરે છે. શૈથિલ્ય આચરણાથી ઉદ્વેગ પામે છે=ભગવાનના વચનાનુસાર કરાતી ક્રિયામાં પોતાના શૈથિલ્ય ભાવને જોઈને ઉગ પામે છે. ચિરંતન દુઃચરિતોનો શોક કરે છે પૂર્વમાં સેવાયેલી ખરાબ આચરણાઓનું સ્મરણ કરીને શોક કરે છે. પોતાના શીલની સ્કૂલનાઓની ગઈ કરે છે. ભવચક્રના નિવાસને લિંદે છે. ભગવાનની આજ્ઞારૂપ સ્ત્રીની આરાધના કરે છે. બે પ્રકારની શિક્ષારૂપી સ્ત્રીને સેવે છે.
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy